• સુરેન્દ્રનગરના ભેટ ગામે કાર્બોસેલની ખાણમાં દૂર્ઘટના
  • કાર્બોસેલની ખાણમાં કામ કરતા 3 શ્નમિકોના મોત
  • ખાણમાં ખોદકામ માટે ઉતારવામાં આવ્યા હતા શ્રમિકો

સુરેન્દ્રનગરમાં ખનિજ માફીયાઓ બેફામ બન્યા છે. ખનિજ માફીયાઓના કારણે અનેક શ્રમિકોના મોત થયાની ઘટના સામે આવતી હોય છે, છતા તંત્ર ગાઢ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં સુરેન્દ્રનગરના ભેટ ગામે ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના સર્જાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભેટ ગામે ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં કામ કરતા 3 મજૂરોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફીયાઓ મજૂરોના મોતના સોદાગરો બન્યા છે. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં મોટી દૂર્ઘટના બની છે.  ગેરકાયદેસર ચાલકી કાર્બોસેલની ખાણમાં કામ કરતા 3 શ્રમિકોના મોત થયાના સમાચાર સાંભળતા તંત્ર ખુલ્લા પગે દોડતી થઇ છે. ખનિજ માફિયાઓ 200 ફૂટ ઊંડે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણનો ધમધમાટ ચલાવી રહ્યા હતા. ખાણમાં ખોદકામ કરતા સમયે અચાનક અગ્મય કારણો સર દુર્ઘટના સર્જાઇ હતી.

ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં કામ કરતા 3 મજૂરોના મોત નીપજ્યા છે. શ્રમિકોના મોત થતા ખનિજ માફિયાઓ મૃતકોના મૃતદેહોને સગેવગે કરવાનું કાવરૂ રચી રહ્યા હતા. પોલીસ અને ખાણ ખનિજ વિભાગ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.