લખતરમાં સીસી રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝન ન હોવાની ફરિયાદનું મનદુઃખ રાખી બે શખ્સોએ ગેસ્ટ હાઉસમાં ધસી જઈ ગત તા. 30-11-23ના રોજ બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. આ બનાવના ફરાર બે આરોપીને પોલીસે બનાવના 3 માસ બાદ ઝડપી લીધા છે.


લખતરના રેલવે સ્ટેશન રોડ પરની શ્રોયાંસ સોસાયટીમાં રહેતા ભરતસીંહ પ્રતાપસીંહ પરમાર કોન્ટ્રાકટરનો વ્યવસાય કરે છે. તેઓને લખતર હાઈવે પર સાંઈ ગેસ્ટ હાઉસ પણ છે. ગેસ્ટ હાઉસની બાજુમાં બીજા કોમ્પલેક્ષમાં તેઓનું કામ ચાલુ હોય અને સેન્ટીંગના કામમાં મજુરો લોખંડ બાંધવાનું કામ કરતા હોય તા. 30-11-23ના રોજ સાંજે તેઓ મજુરોને જમાડવા ગયા હતા. મજુરોને જમાડયા બાદ ગેસ્ટ હાઉસની રૂમમાં તેઓએ જમવાનું મંગાવ્યુ હતુ. અને જમતા હતા. આ સમયે દેવળીયાના અજયસીંહ બળવંતસીંહ રાણા અને એક અજાણ્યો માણસ તેમની રૂમમાં આવ્યા હતા. અને અજયસીંહે તું મારા ભાઈ ધર્મેન્દ્રસીંહ સાથે કેમ માથાકુટ કરે છે તેમ કહી અપશબ્દો કહ્યા હતા. જેમાં ભરતસીંહે અપશબ્દો કહેવાની ના પાડતા ઉશ્કેરાયેલા અજયસીંહે પેન્ટના નેફામાંથી પીસ્ટલ જેવુ હથિયાર કાઢી ફાયરીંગ કરતા ભરતસીંહને ગોળી હાથના બાવડા પર વાગી હતી. જયારે અજયસીંહે બીજો રાઉન્ડ ફાયરીંગ કરતા ભરતસીંહ નીચે બેસી જતા ગોળી દીવાલ પર લાગી હતી. જેમાં ભરતસીંહને લોહી નીકળતી હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની લખતર પોલીસ મથકે ધર્મેન્દ્રસીંહ, અજયસીંહ અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ તુરંત જ ધર્મેન્દ્રસીંહ ઝડપાઈ ગયા હતા. જયારે અજયસીંહ ફરાર હતા. આ દરમિયાન લખતર પોલીસે બનાવના 4માસ બાદ ફરાર આરોપી દેવળીયાના અજયસીંહ બળવંતસીંહ રાણા અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: