ગુજરાત રાજયની વિધાનસભાનું હાલ સત્ર ચાલી રહ્યુ છે. જેમાં રાજયના જળ સંપત્તી અને પાણી પુરવઠા મંત્રીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યુ કે, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મૂળી, સાયલા વિસ્તાર આજથી 25-30 વર્ષ પહેલા સુકો ભઠ્ઠ પ્રદેશ હતો.


તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીએ નર્મદાના વધારાના વહી જતા નીરને સૌની યોજના થકી સૌરાષ્ટ્રને આપવાનો મહત્વનો નીર્ણય કર્યો હતો. જયારે રાજયના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર જે બોલશુ તે કરશુના મંત્રને ચરીતાર્થ કરી રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મૂળી, સાયલા તાલુકાના 38 ગામોને સૌની યોજના થકી સીંચાઈના પાણીનો લાભ આપવામાં આવશે. જેની ટેન્ડર પ્રક્રીયા પુરી થઈ ગઈ છે. જેના માટે 293 કરોડના કામનો વર્ક ઓર્ડર અપાઈ ગયો છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના હળવદ તાલુકાના 11 ગામોને પણ સીંચાઈના પાણીનો લાભ મળનાર છે. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યુ કે, આ વિસ્તારના 44 ગામોને પાણી મળે તે માટે અગાઉ રૂ. 265 કરોડની યોજના મંજૂર કરવામાં આવી હતી. જેની કામગીરી હાલ અંતીમ તબક્કામાં છે. આ યોજના થકી અંદાજે 2,707 હેકટર વિસ્તારને પિયતનો લાભ મળનાર છે.


  • Follow us on: