ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે બની રહે તે માટે કાર કે અન્ય વાહનો પર જાહેરમાં સ્ટંટ કરતા નબીરાઓ પર આકરી કાર્યવાહી કરવામાં આવે છે છતાં પણ આ નબીરાઓ સુધરતા નથી. સુરેન્દ્રનગરમાં ફરી નબીરાઓમાં ખાખીનો ડર ઉડ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે, નબીરાએ જાહેરમાં સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.


નબીરાએ જાહેરમાં સ્ટંટ કરતો વીડિયો કર્યો વાયરલ

સુરેન્દ્રનગરમાં નબીરાએ ખાખીનો ડર છોડીને જાહેરમાં સ્ટંટ કરીને વીડિયો વાયરલ કર્યો છે. મોપેડ ચાલક જાહેરમાં જીવને જોખમમાં મૂકીને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના ટાવર પાસે અને રતનપરના બ્રિજ પર મોપેડ ચાલક ધોળા દિવસે જીવલેણ સ્ટંટ કરતો દેખાયો હતો. કોઈનો પણ ડર રાખ્યા વગર આ નબીરાએ સ્ટંટ કરતો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર જગજાહેર વાયરલ કર્યો છે.

સ્ટંટ કરતા નબીરા વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરશે કે નહીં?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં નબીરો સ્કૂટી પર જોખમી સ્ટંટ સાથે નાચતો જોવા મળ્યો હતો. સ્કૂટી ચાલકે જોખમી સ્ટંટબાજી કરીને અન્ય રાહદારીઓના જીવ જોખમમાં મુક્યા છે. આ નબીરો સ્ક્ટૂ પર ઉભો કરીને જીવન સાથે રમત કરતો દેખાઈ રહ્યો છે. નબીરાની કરતૂતથી પોલીસ અજાણ છે પરંતુ આ માહિતી જાણ થતાં પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું જ રહ્યું...


  • Follow us on: