• સદાદ રેલવે ફાટક બંધ હોવાથી કાર રિવર્સમાં લેતા માટીના પાળામાં ફસાઇ

  • પોલીસે દારૂ, બિયર, મોબાઈલ, કાર સહિત રૂપિયા 7,53,720નો મુદ્દામાલ જપ્ત કર્યો
  •  પોલીસને જોઈ કાર ચાલકે કાર રીવર્સ લઈ સદાદ તરફ મારી મુકી હતી

લખતર પોલીસની ટીમને સદાદ તરફથી દારૂ ભરેલી સ્કોર્પીયો કાર આવતી હોવાની બાતમી મળી હતી. જેમાં પોલીસને જોઈ ચાલકે કાર મારી મુકતા પોલીસે પીછો કરતા સદાદ રેલવે ફાટક બંધ હોઈ કાર રીવર્સમાં લેતા માટીના પાળામાં ફસાતા ચાલક ડુપ્લીકેટ નંબર વાળી દારૂ ભરેલી કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ, બીયર, મોબાઈલ, કાર સહિત રૂપીયા 7,53,720નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

લખતર પીએસઆઈ એન.એ.ડાભી સહિતની ટીમને પેટ્રોલીંગ દરમીયાન સદાદથી લખતર તરફ દારૂ ભરેલી સ્કોર્પીયો કાર આવતી હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે સદાદ નર્મદા કેનાલ પાસે વોચ રાખી હતી. જેમાં પોલીસને જોઈ કાર ચાલકે કાર રીવર્સ લઈ સદાદ તરફ મારી મુકી હતી. જેમાં પોલીસે પીછો કર્યો હતો. ત્યારે સદાદ ગામ નજીક રેલવે ફાટક બંધ હોઈ ચાલકે ત્યાં કાર રીવર્સ લેતા નજીકમાં આવેલા માટીના પાળામાં કાર ફસાઈ હતી. આથી ચાલક દારૂ ભરેલી કાર મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જયારે એન્જીન અને ચેસીસ નંબરને આધારે તપાસ કરતા કારમાં ડુપ્લીકેટ નંબર પ્લેટ લાગી હતી. આથી પોલીસે દારૂની નાની મોટી 1392 બોટલ કિંમત રૂપીયા 2,29,320, બીયરના 144 ટીન કિંમત રૂપીયા 14,400, રૂપીયા 10 હજારના ર મોબાઈલ ફોન અને રૂપીયા પ લાખની કાર સહિત રૂપીયા 7,53,720નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ફરાર આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ હતી.


  • Follow us on: