- 2024ના પ્રથમ દિવસે સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો
- CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અધિકારીઓ હાજર
- 2500 લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્યનમસ્કારનું આયોજન
મોઢેરા સૂર્યમંદિરમાં સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો છે. 2024ના પ્રથમ દિવસે સૂર્યનમસ્કારનું આયોજન થયુ છે. તેમાં CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અધિકારીઓ હાજર રહ્યાં છે. 2500 લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્યનમસ્કારનું આયોજન થયુ છે. અન્ય 75 સ્થળોએ પણ સામૂહિક સૂર્યનમસ્કાર યોજાઇ રહ્યો છે.
રાજ્યકક્ષાના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરાયા
રાજ્યકક્ષાના વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કરાયા છે. તેમાં મોઢેરામાં સૂર્ય નમસ્કારનો રેકોર્ડ બન્યો છે. હરિયાણાના સંદીપ આર્યએ ગિનિઝ બુકમાં સ્થાન મેળવ્યું છે. 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કાર સમારોહનું આયોજન થયુ છે. CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને અધિકારીઓ હાજર છે. આંતરરષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવનાર પૂજા પટેલ સન્માનિત થયા છે. જેમાં મહેસાણાની પૂજા પટેલને રૂ. 1 લાખનું સન્માન આપવામાં આવ્યું છે. મહિલા કેટેગરીમાં દ્રષ્ટિ વખારિયાને 1.75 લાખનું બીજું ઈનામ મળ્યુ છે.
પુરુષમાં અનિલ બાફડિયાને રૂ. 1.75 ઈનામ અપાયું
પુરુષમાં અનિલ બાફડિયાને રૂ. 1.75 ઈનામ અપાયું છે. બહેનોમાં બનાસકાંઠાની યાના પટેલને રૂ. 2.5 લાખનું પ્રથમ ઈનામ મળ્યુ છે. પુરુષમાં સાબરકાઠાના કલ્પેશ ગમારને 2.5 લાખનું પ્રથમ ઇનામ મળ્યુ છે. ત્યારે મુખ્યમંત્રીએ સંબોધનમાં જણાવ્યું છે કે વર્ષની પહેલી સવારે રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છીએ. નવા વર્ષનો દેશનો પહેલો રેકોર્ડ ગુજરાતમાં થયો છે. ગુજરાતમાં નવા રેકોર્ડમાં જોડાવવા સૌને અભિનંદન. આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન. સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે. સ્વાસ્થ્યનો સંપૂર્ણ લાભ સૂર્યનમસ્કારથી મળે છે. યોગને ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ વડાપ્રધાને કર્યુ છે. PMના નેતૃત્વમાં G-20ની લીડરશીપ સફળતાપૂર્વક પાર પાડી છે. સૂર્ય ઉર્જાનું વધુ એક મહત્ત્વ પ્રસ્તાવિત કર્યું છે. મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલાર વિલેજ બન્યું છે. આજે સામૂહિક સૂર્ય નમસ્કારનો ઉપક્રમ યોજાયો છે. PMએ યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સૂર્યનમસ્કારના વિજેતા ઉમેદવારોને અભિનંદન. આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ છે.









