• વડા ગામે ખેતરમાં ગાંજાની ખેતી થતી હતી
  • SOG પોલીસે ગાંજાનું ખેતર પકડી અને કાર્યવાહી હાથ ધરી
  • વડોદરામાંથી 54 કિલોથી વધુના ગાંજો ઝડપાયો
રાજ્યમાં સતત નશીલા પદાર્થ સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે બનાસકાંઠા જિલ્લા કાંકરેજના વડા ગામે SOGએ મોટી કાર્યવાહી કરતા 1 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો છે. અહીં ત્રણ વિઘા જમીનમાં એરંડાના પાકની આડમાં અંદાજિત 1 કરોડની કિંમત જેટલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ મામલે પ્રાથમિક માહિતી અનુસાર, બનાસકાંઠામાં SOGએ અંદાજીત લાખોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.ગત મોડી સાંજથી બનાસકાંઠા જિલ્લા SOGએ હાથ ધરેલું આ ઓપરેશન આખી રાત ચાલ્યું હતું. જેમાં અંદાજે ગાંજાનો 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે પકડ્યો છે.

જે પછી થરા પોલીસ મથકે ઝડપાયેલ ગાંજો લાવી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. જો કે કેવી રીતે આટલાં મોટા પ્રમાણમાં જથ્થાની ખેતી કરવામાં આવી તે મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ તરફ 17 ઓકટોબરે ફરી એકવાર કચ્છ જિલ્લામાંથી મોટી માત્રમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડનું કૉકેઇન ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યુ હતું , આ પછી પોલીસે ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે અને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.

બીજી તરફ વડોદરામાં બે ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. સુરત રેલવે પોલીસ અને NDPS ટીમે જથ્થો ઝડપ્યો છે. કાકીનાડા ભાવનગર એક્સપ્રેસમાંથી જથ્થો ઝડપાયો છે. પટના બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો છે. 54 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે 4 આરોપીઓ ઝડપાયા છે. ચારેય ઝડપાયેલા આરોપીઓ ઓડીશાના હોવાનું પણ સામે આવ્યું છે.
  • Follow us on: