• ત્રણ દિવસની ટેકૂનિક્લ ફેસ્ટિવલ ‘માઇન્ડબેન્ડ'નો શુક્રવારથી આરંભ
  • પ્રથમ દિવસે ડ્રોન ઝોનનું આકર્ષણ, શનિવારે રોબોવોરની રોનક દેખાશે
  • ડૉ.ડ્રાઇવિંગ, મેઝ રનર જેવી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ઉતરશે

સુરત સહિત રાજ્યભરની ઇજનેરી સહિતની ટેક્નિકલ કોલેજોમાં હવે બીજા સત્રના અંતિમ તબક્કામાં વિવિધ પ્રકારના ટેકનિકલ ફેસ્ટિવલની મૌસમ જોવા મળશે. દરમિયાન દેશની ટોચની ટેકનિકલ કોલેજો પૈકીની એક એવી સુરતની SVNITમાં વિદ્યાર્થીઓના તકનીકી કૌશલ્યનો મહાકુંભ યોજાયો હોય એમ ટેમ્ફનિક્સ ફેસ્ટિવલ માઇન્ડબેન્ડનો આરંભ થયો હતો. શુક્રવારે માઇન્ડબેન્ડ ફેસ્ટિવલના આરંભ સાથે જ પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ બનાવેલા ડ્રોન વચ્ચે રોમાંચક સ્પર્ધા યોજાઇ હતી. જ્યારે શનિવારે રોબોવોરની રોનક દેખાશે.

SVNITમાં દર વર્ષે વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓના તકનીકી કૌશલ્યનો પરચો મળી રહે તે માટે માઇન્ડબેન્ડ ટેકૂનિકલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે જુદી જુદી સ્પર્ધા, ઇવેન્ટના આયોજન સાથે શુક્રવારે માઇન્ડબેન્ડ ફેસ્ટિવલ શરૂ થયુ હતુ. ત્રણ દિવસીય ફેસ્ટિવલમાં 4 હજારથી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે એવો અંદાજ સેવાઇ રહ્યો છે. પ્રથમ દિવસે ટેકનિકલ ઇવેન્ટમાં ડ્રોન ઝોનની રોમાંચક સ્પર્ધા યોજાઇ હતી. ડ્રોન ઝોન સ્પર્ધામાં 11 ટીમોએ ભાગ લીધો હતો. તેમાં 7 ટીમ ગુજરાત રાજ્ય બહારની અને 4 ટીમ SVNITની હતી. વિદ્યાર્થીઓને ડ્રોન સ્પર્ધા માટે જુદા જુદા ટાસ્ક એટલે કે પડકારો આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ બનાવેલા ડ્રોનને નિર્ધારીત બોક્સ, રીંગમાંથી ઉડાડવાનો પડકાર અપાયો હતો. વિદ્યાર્થીઓએ નિર્ધારીત સમયમાં જ ટાસ્ક પૂરો કરવાનો હતો. જેમાં એક ટીમે 39 સેકન્ડમાં પડકાર પૂરો કરી જીત મેળવી હતી.

[[$googlead]]

હવે શનિવારે રોબોવોર ઇવેન્ટ યોજાશે. તેમાં વિદ્યાર્થીઓએ બનાવેલા રોબોટ વચ્ચે યુદ્ધ ખેલાશે. આ સિવાય ટેકનિકલ ઇવેન્ટમાં કેરી ધી કન્સાઇનમેન્ટમાં વિદ્યાર્થીઓએ વર્કિંગ મોડેલરૂપે બનાવેલા નાના વિમાન ઉડાડવામાં આવશે. ઓવર ડ્રાઇવર સ્પર્ધામાં રોબોટ કાર વચ્ચે રેસ લાગશે. આઇપીએસ ઓપ્શનની સ્પર્ધા થશે. ઉપરાંત, ડોક્ટર ડ્રાઇવિંગ, સ્કાઇ હાય, કેમ-એ-કાર, મેઝ રનર જેવી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા મોડેલ સ્પર્ધામાં ઉતરશે. દલાલ સ્ટ્રીટ, મોડલ યુનાઇટેડ નેશન્સ જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાની કસોટી થશે. આ યાદીમાં કેન યુ બી ધ પ્રેસિડન્ટ, વેન્ડીંગ માસ્ટર્સ, ઇન્વેસ્ટોમેનિયા, ક્રિએટ યોર આઇડેન્ટીટી, હસલ ટ્રેડ, બ્લફ એન્ડ બાર્ગેઇન્સ જેવી સ્પર્ધા પણ સામેલ કરાઇ છે. રવિવારે અંતિમ દિવસે બાઇક સ્ટંટમાં રોમાંચક સ્ટંટ કરતા યુવાનો દેખાશે.

[[$alsoread]]


  • Follow us on: