સ્વામિનારાયણ સાધુઓના વિવાદને લઈ પરિમલ નથવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સ્વામિનારાયણ ગુરૂકુળના સાધુના નિવેદનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશ પર વિવાદીત ટિપ્પણીને લઈને સાંસદ પરિમલ નથવાણીએ નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે દ્વારકાધીશ પર વિવાદાસ્પદ ટિપ્પણીથી સનાતન ધર્મના લોકોમાં ભારે આક્રોશ છે. ભગવાન દ્વારકાધીશનું અપમાન સહન ના થાય.


દ્વારકાધીશ પર વિશ્વાસ નથી એ બહુ દુઃખદ: નથવાણી

સ્વામિનારાયણ ગુરુકુળના સાધુના નિવેદનથી વિવાદ વકર્યો છે. પરિમલ નથવાણીએ કહ્યું કે સ્વામિનારાયણ ના સંતે ટિપ્પણી કરી છે તેને વખોડું છું, દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશા માટે રહેશે. દ્વારકાધીશ ભગવાન હાજરા હજૂર છે, દ્વારકાધીશ સામે ટિપ્પણી કરવામાં આવે છે તે બહુ દુઃખદ છે. એ લોકોને દ્વારકાધીશમાં વિશ્વાસ નથી, પોતાના પર વિશ્વાસ છે એ બહુ દુઃખદ બાબત છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના કહેવાતા સ્વામીઓ પર પબુભા માણેકે આપી પ્રતિક્રિયા

બીજી તરફ સ્વામીનારાયણ સંપ્રદાયના કહેવાતા સ્વામીઓ દ્વારા પોતાના સંપ્રદાયને સર્વશ્રેષ્ઠ બાતાવવા અવાર નવાર હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિશે વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવે છે, ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી બાદ સમગ્ર દ્વારકા સહિત ગુજરાતમાં કૃષ્ણ ભક્તોમાં રોષની લાગણી જોવા મળી છે. ત્યારે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની પ્રતિક્રિયા સામે આવી છે કે ભગવાન દ્વારકાધીશ સંઘર્ષ કરીને દ્વારકા નગરી ઊભી કરી છે, સ્વામીનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજ ઉપર નભે છે, ત્યારે કોઈ પણ હિન્દુ દેવી દેવતાઓ વિશે બોલતા પહેલા ઈતિહાસ જોવો જોઈએ.


  • Follow us on: