- બી.જે.મેડિકલમાં ટેસ્ટિંગ લેબ શરૂ કરાઇ
- પોઝિટિવ રિપોર્ટનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે
- ઇનફ્લુએન્ઝાના અત્યાર સુધી 353 ટેસ્ટ કરાયા
ગુજરાત રાજ્યમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધતા તંત્ર એલર્ટ થયુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તથા બી.જે.મેડિકલમાં ટેસ્ટિંગ લેબ શરૂ કરાઇ છે. જેમાં ઈનફ્લુએન્ઝા અને H1N1 માટે ટેસ્ટિંગ શરૂ કરાયું છે. તેમજ પોઝિટિવ રિપોર્ટનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.
ઈનફ્લુએન્ઝા Aમાં 33 લોકો પોઝિટિવ આવ્યા
ઇનફ્લુએન્ઝાના અત્યાર સુધી 353 ટેસ્ટ કરાયા છે. જેમાંથી ઈનફ્લુએન્ઝા Aમાં 33 લોકો પોઝિટિવ આવ્યા છે. તથા 2 દર્દીઓનો રિપોર્ટ H1N1 પોઝિટિવ આવ્યો છે. તેમજ ઈનફ્લુએન્ઝા Bના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં લેબમાં રોજના 300 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. ઈનફ્લુએન્ઝા અને H1N1 માટે ટેસ્ટિંગ શરૂ કરાયું છે. જેમાં ઈનફ્લુએન્ઝા અને H1N1 પોઝિટિવ આવે તો H3N2 પોઝિટિવ કઈ શકાય છે.
હાલ ઈનફ્લુએન્ઝાના 353 ટેસ્ટ કરાયા
સેમ્પલનું ચોકસાઈ પૂર્વક ટેસ્ટિંગ થઈ રહ્યું છે. હાલ ઈનફ્લુએન્ઝાના 353 ટેસ્ટ કરાયા છે. જેમાંથી ઈનફ્લુએન્ઝા Aમાં 33 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 2 દર્દીને H1N1 પોઝિટિવ આવ્યો છે. ઈનફ્લુએન્ઝા A પોઝિટિવ આવેલા 31 લોકો H3N2 પોઝીટીવ આવે તેવી શક્યતા છે. તેમજ રોજના 300 ઈનફ્લુએન્ઝા ટેસ્ટ કરવાની ક્ષમતા સાથેની લેબ તૈયાર કરવામાં આવી છે.









