- દ્વારકા, જામનગર બાદ કચ્છમાં તંત્રની મોટી કામગીરી
- ખાવડામાં 3 ગેરકાયદેસર મદ્રેસાઓને તોડી પડાઈ
- જામ કુનરીયા, કુરન ગામમાં ડિમોલેશન કરાયું
કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનો ઉપર ખડકી દેવામાં આવેલાં ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે કચ્છનાં જામ કુનરીયા અને કુરન ગામમાં ડિમોલેશનની કામગીરી હાથધરાઈ હતી,તો તંત્ર દ્રારા 3 મદ્રેસાઓને તોડી પડાઈ હતી,સરકારી જમીન પર આ મદ્રેસા ગેરકાયદેસર રીતે ઉભી કરાઈ હતી,પોલીસ અને મામલતદારની હાજરીમાં કામગીરી કરાઈ.
તંત્રએ કર્યો સફાયો
સરકારી જમીન પર ગેર કાયદેસર રીતે બાંધકામ કરવું એ ગુનો બને છે,આજે આવી જ ઘટના કચ્છના જામ કુનરીયા અને કુરન ગામમાં બની હતી,જેમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે ત્રણ મદ્રેસાઓ બનાવામાં આવી હતી,તો તંત્રને આ બાબતની જાણ થતા પોલીસને સાથે રાખી મદ્રેસાઓ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ.

અગાઉ છ મદ્રેસાઓ તોડી
કચ્છમાં અગાઉ પણ ગેરકાયદેસર રીતે છ મદ્રેસાઓને તોડી પાડવામાં આવી હતી,કચ્છના ખાવડામાં ગામથી ઇન્ડિયા બ્રિજ વચ્ચે આવતા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 36 કમર્શિયલ સ્ટ્રક્ચર અને 6 મદરેસાઓ તોડી પાડવામાં આવી હતી.ગુજરાતમાં સરકારી તંત્ર દ્રારા સૌરાષ્ટ્ર,કચ્છ અને રાજકોટમાં જેટલી પણ સરકારી જમીન પર આવી મદ્રેસા બની ગઈ છે તેને તોડી પડાઈ છે.









