• જેતલપુરની આર્ટ ગેલેરીમાં ચહેરા થીમ પર 6 દિવસીય ઍક્ઝિબિશનનો પ્રારંભ

  • કૉફી આર્ટિસ્ટ ઉદય કોરડે ટેલી ફિલ્મના કલાકારોને પોટ્રેટ ભેટમાં આપશે
  • આર્ટિસ્ટે આટલા કલાકારોના પોટ્રેટ બનાવ્યાં

શહેરના જેતલપુર વિસ્તારમાં આવેલી પી. એન. ગાડગીલ એન્ડ સન્સ આર્ટ ગેલેરી ખાતે ચહેરા થીમ અંતર્ગત આર્ટિસ્ટ ઉદય કોરડે દ્વારા તૈયાર કરવામાં આવેલા 20 થી વધુ કૉફી પેઇન્ટિંગના 6 દિવસીય એક્ઝિબિશનનો 27 તારીખથી પ્રારંભ થયો છે. 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર તારીખ સુધી સવારના 11 થી રાત્રિના 8 કલાક સુધી ચાલનારા એક્ઝિબિશન અંગે માહિતી આપતા કૉફી આર્ટિસ્ટ ઉદય કોરડેએ જણાવ્યું હતું કે,1 ઓક્ટોબરે કૉફી દિવસ છે ત્યારે આ વર્ષે નીલા ટેલીફિલ્મ પ્રસ્તુત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો છેલ્લા 14 વર્ષથી આપણને હસાવી રહ્યા છે. જેથી તેઓના કામને બિરદાવતા આ ટેલીફિલ્મના કલાકારોના કૉફી પોટ્રેટ બનાવ્યા છે. ગોરેગાંવ, મુંબઇ ખાતે આવેલી ફિલ્મ સિટીમાં આ પોટ્રેટ તેઓને આપવામાં આવશે.

આર્ટિસ્ટે આટલા કલાકારોના પોટ્રેટ બનાવ્યાં

અસિત મોદી (પ્રોડયુસર), દિલીપ જોશી (જેઠાલાલ ગડા), અમિત ભટ્ટ (ચંપક લાલ ગડા), મુનમુન દત્તા (બબીતા ઐયર), તનુજ મહાષબ્દે (ઐયર), નિર્મલ સોની (ડૉ. હાથી), અંબિકા રંજનકર (કોમલ હાથી), કુશ શાહ (ગોલી), મંદાર ચાંદવડકર (આત્મારામ ભીડે), સોનિકા જોશી (માધવી ભીડે), પલક સિદ્દવાની (સોનું ભીડે), બળવિંદર સિંઘ (રોશન સિંઘ સોઢી), જેનિફર મિસ્ત્રી બેનીવાલ (રોશન ભાભી સોઢી), સમય શાહ (ગોગી સોઢી), શ્યામ પાઠક (પોપટ લાલ), શરદ સંકલા (અબ્દુલ), તન્મય વકેરિયા (ભાઘા), અઝર શૈખ (પિંકુ), સુનયના ફોઝદાર (અંજલિ ભાભી), દયાશંકર પાન્ડે (ચાલુ પાન્ડે), કિરણ ભટ્ટ (નટુ કાકા), મયુર વાકાણી (સુંદરલાલ) અને જતીન બજાજ (ભૈલું)


  • Follow us on: