શાકભાજી ફ્રૂટનું વાવેતર અને ઉત્પાદન મેળવતા ખેડૂતો માટે સમય મહત્વનો હોય છે.સમયને લઈ તેજી અને મંદીનો આર્થિક સામનો સૌથી વધુ ખેડૂતોને જ કરવો પડતો હોય છે.


તે વાતની સત્ય હકીકત ત્યારે જ સામે આવે છે જ્યારે માર્કેટ ના હોલસેલ પીઠામા જ્યાં હરાજી થતી હોય છે ત્યાના ભાવ અને છૂટક બજારમાં મળતા માલના ભાવ બન્નેની જ્યારે ખબર પડે ત્યારે.. આવી સ્થિતિ હાલ તળાજા પંથકના ખેડૂતોની છે.

   તળાજાની શાક માર્કેટમાં જે 1 દૂધી અને 1 કોબીના ભાવ 10 રૂપિયા છે અને સાવ સસ્તી કહી ને ગ્રાહકને વેચવામા આવે છે તે દૂધી કોબી કે સરગવોની યાર્ડમા એટલી બધી આવક છે કે એક રૂપિયા ની એક દૂધી, કોબી કે સરગવો લેવા કોઈ તૈયાર નથી ,જેથી યાર્ડમા વેચાયા વિનાની પડી રહેલ માલ જોવા મળે છે.આમ છૂટક બજારમાં વેપારીઓ રૂપિયા ના માલના દસ રૂપિયા ભાવ લગાવે છે. માર્કેટમા છૂટક બકાલુ વેંચતા વેપારીના મતે જેમ બકાલા ની આવક વધુ હોય તેમ વેપારી ને વધુ ફયદો થાય છે.જો યાર્ડ માજ શાક ભાજી ઓછું આવે અછત વર્તાય તો ખેડૂતો ને વધુભાવ મળવાનો ફયદો થાય છે.જેની સામે વેપારીઓ મોંઘું મેળવી ને મોંઘું વેચે ખરા પણ નફે ઓછો રહે છે. દલાલો ને જેમ મોટું બિલ બને તેટલું વધુ કમિશન હોય છે. હાલ સાકરટેટી ની હાલત પણ એવીજ છે. યાર્ડ મા સાકરટેટી નો કોઈ લેવાલ ન હોય પ્લાસ્ટિક બેગમા બગડી રહી હતી. એકાદ વધુ પડી રહે તો ફેકવા માટે પણ રૂપિયા દેવા પડે તેની સામે છૂટક માર્કેટમાં રૂ.20-30ની કિલો વેચાય છે.


  • Follow us on: