• એક સાથે પરિણામ જાહેર કરીને રેકોર્ડ કર્યો
  • તલાટી કમ મંત્રી વર્ગ-3ની પરીક્ષાનું પરિણામ જાહેર
  • પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં 4635 ઉમેદવારોનો સમાવેશ

વાવાઝોડા વચ્ચે સરકારી પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં તલાટી અને જુનિયર કલાર્કની પરીક્ષાનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટર કરી આ અંગેની માહિતી આપી છે.

[[$googlead]]

GPSSB એક સાથે પરિણામ જાહેર કરીને રેકોર્ડ કર્યો છે. તે ઉપરાંત વાવાઝોડાને કારણે GSSSBએ મોકુફ રખાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-3ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. તલાટી કમ મંત્રીના ઉમેદવારોનો પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

[[$alsoread]]

આ ઉપરાંત હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપતાં જણાવ્યું છેકે, ઓનલાઇન દસ્તાવેજ ચકાસણી સંભવત 20 જૂની શરૂ કરવામાં આવશે વિગતવારની સૂચનાઓ અને તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમજ ઉમેદવારો પોતાના દસ્તાવેજો તૈયાર રાખવા જોઇએ.

ખાતકીય પરીક્ષા મોકૂફ રખાઈ હતી

બિપોરજોય વાવાઝોડાને લઈને વર્ગ 3ના કર્મચારીઓની ખાતકીય પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.આ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી હતી. 19 થી 24 જૂન દરમિયાન લેવાનારી આ પરીક્ષા વાવાઝોડાના કારણે મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ મુલતવી રાખવાની અગત્યની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.9/6/2023 ની વિવિધ જાહેરાતોથી વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાઓ 19/06/2023 થી 24/06/2023 દરમિયાન યોજવાની જાહેરાત મંડળની વેબસાઇટ પર કરવામાં આવેલ છે.


  • Follow us on: