ગુજરાતમાં રોજબરોજ લાંચ લેવાના ઘણા કિસ્સા બને છે પણ એસીબી અધિકારીઓ આવા લાંચના કિસ્સામાં કાર્યવાહી કરતા જરા પણ અચકાતા નથી,આવી જ એક એસીબી ટ્રેપ મોરબીના ઘૂટું ગામે રાજકોટ એસીબીએ કરી છે જેમાં ગામનો તલાટી અને સરપંચના પતિ રૂપિયા 50 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે.


કયા મુદ્દે માગી લાંચ
ફરિયાદીની મોરબી તાલુકાના ઘૂટું ગામે બીનખેતી થયેલ પ્લોટ આશરે વિઘાની જગ્યામાં લાકડાની પ્લેટ બનાવવાનુ યુનિટ ઉભુ કરવાનુ હોય જેથી આ જગ્યા ઉપર બાંધકામ કરવા માટે ઘૂટું ગ્રામ પંચાયત પાસે મંજુરી માગવી જરૂરી છે જેને લઈ ગામના સરપંચના પતિ અને ગામના તલાટીએ મંજૂરી આપવા માટે રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હતા જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે અને એસીબીનો ફરિયાદીએ સંપર્ક કર્યો હતો.તલાટીએ લાંચની રકમ સ્વીકારી હતી અને એસીબીએ ઘટના સ્થળેથી બન્ને આરોપીની ધરપકડ કરી છે.

લાંચ માગનાર આરોપીઓ
(૧) વિમલભાઇ સુંદરજીભાઇ ચંદ્રોલા હોદ્દો- તલાટી કમ મંત્રી (વર્ગ-૩), નોકરી- ઘૂટું ગામ મોરબી
(૨) દેવજીભાઇ હરખાભાઇ પરેચા (પ્રજાજન)ઘૂટું ગામના સરપંચના પતી રહે.જનકપુર સોસાયટી ઘૂટું ગામ તા.જી.મોરબી

અધિકારીઓ સામે લેવાયા પગલા
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક
ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.
  • Follow us on: