• રાજ્ય સરકારે સત્તાવાર રીતે તલાટીની પરીક્ષાની તારીખ કરી જાહેર
  • 7 મેના રોજ રાજ્યભરમાં યોજાશે તલાટીની પરીક્ષા
  • 30 એપ્રિલના યોજાવવાની હતી પરીક્ષા

રાજ્યમાં તલાટીની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગ્રામ પંચાયત તલાટીની પરીક્ષા આગામી 7 મે ના રોજ રાજ્યભરમાં લેવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કરે છે. 

અગાઉ તલાટીની પરીક્ષા 30 એપ્રિલના યોજાવવાની શક્યતાઓ હતી, જે પછી ગ્રામ સેવા પસંદગી મંડળ તરફથી તમામ સરકારી કોલેજોને પત્ર લખી વર્ગખંડ ફાળવવા માટે જણાવ્યું હતું. જે પછી આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સત્તાવાર રીતે જાહેરાત કરી કે, 7 મેના રોજ તલાટીની પરીક્ષા લેવાશે.