મોરબીના વજેપર ગામના તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા રૂપિયા 4 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે.રાજકોટ એસીબીએ સમગ્ર ઘટનાને ળઈ ઓપરેશન પાર પાડયું હતુ.જેમાં તલાટી લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયો છે,ખાતેદારનું પ્રમાણપત્ર આપવા માટે તલાટી માંગી હતી રૂપિયાની લાંચ.
4000ની લાંચ માંગી
આ કામના ફરીયાદી વકિલ હોય જે રેવન્યુને લગતા કામ કરતા હોવાથી ફરીયાદીના અસીલના નામનું ખેડુત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા પ્રાંત અધિકારી મોરબીને અરજી કરેલ જે અરજીમાં આ કામના આરોપી તલાટીએ ખેડુત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા માટે આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી રૂપિયા 4000 હજારની લાંચની માંગ કરી હતી.જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ મોરબી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન ઝડપી પાડી હતી.
ફરીયાદી
એક જાગૃત નાગરીક
આરોપી
જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા
ઉ.વ.૩૫ , રેવન્યુ તલાટી, વર્ગ ૩, વોર્ડ નંબર-૩, મોરબી. ચાર્જ તલાટી વજેપર/માધાપર તા.જી. મોરબી.
ટ્રેપની તારીખ :- ૨૮/૧૧/૨૦૨૪
લાંચની માંગણીની રકમ:- રૂ.૪,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :- રૂ.૪,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૪,૦૦૦/-
ટ્રેપનું સ્થળ
મોરબી વેજીટેબલ રોડ મોરબી સીટી મામલતદાર કચેરી પાસે માધાપર/વજેપર તલાટી મંત્રીની ઓફીસ તા. જી.મોરબી
ટ્રેપિંગ અધિકારી
એમ.એમ.લાલીવાલા,
ઈ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર,
એ.સી.બી. પો.સ્ટે., મોરબી.
સુપરવિઝન અધિકારી
કે.એચ.ગોહિલ,
ઈ.ચા. મદદનીશ નિયામક,
એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.
અધિકારીઓ સામે લેવાયા પગલા
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.
કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક
ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.













