સખીમંડળની કામગીરીને હરસોલ ગામનાં લોકોનો પૂર્ણ સહયોગ આપી સ્વચ્છતા અભિયાન માટે જનભાગીદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડયું હતું. તલોદ તાલુકામાં સ્થિત હરસોલ ગામના જોગમાયા સખીમંડળની મહિલાઓને સૂચારુ સંકલન દ્વારા ધન કચરાના વ્યવસ્થાપનની કામગીરી કરી છે. સૂકા કચરામાંથી રિસાઈકલ કરીને પુનઃઉપયોગમાં લઇ શકાય તેવી ચીજવસ્તુઓને અલગ કરીને તેમનો સંગ્રહ કરવામાં આવે છે.
આ તમામ ચીજો વેચવા માટે ગ્રામપંચાયતે ભંગારવાળાઓ સાથે એમઓયુ કર્યા છે. આ તમામ કામો સખીમંડળની મહિલાઓ સૂચારું રીતે કરી રહી છે. આજે ઘન કચરામાંથી અલગ કરવામાં આવેલી અને પુનઃઉપયોગ થઈ શકે તેવી ચીજવસ્તુઓ તેમજ કોમ્પોસ્ટના માધ્યમથી તૈયાર થયેલા ખાતરના વેચાણથી ગ્રામ પંચાયત માટે નિયમિત આવકનું સર્જન થયું છે અને સખીમંડળની મહિલાઓને રોજગાર મળ્યો છે, જે આ મોડલને સસ્ટેનેબલ બનાવે છે.










