તલોદ નગરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની(UGVCL)ના વીજ પુરવઠો વહન કરતા ઓવરહેડ વિજ તાર (કેબલ વાયર)ને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી ચાલી રહી છે. જે માટે નગર વિસ્તારમાં અને મુખ્ય બજાર વિસ્તારમાં પણ અનેક જગ્યાએ જાહેર માર્ગો ઉપર 4/5 ઊંડા ખાડા કરીને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે.
આ ઊંડા અને ઉઘાડા રાખી દેવામાં આવેલા ખાડા કોઈ જાન લેશે તેમજ કંરટ લાગવાની ઉપરાંત ખાડામાં પડવાની ઘટના બને તેવી ભિતી છે. આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ, બાળકો, મહિલાઓ ,વૃદ્ધજનો કે નાદાન પશુઓ પણ આ ખાડામાં પડશે ત્યારે ગંભીર ઇજા કે મોતને ભેટે તેવી પૂર્ણ સંભાવનાઓ અને દહેશત વ્યકત થઈ રહી છે. મસ મોટા ખુલ્લે આમ છોડી દેવામાં આવેલ આ ખાડામાંથી પસાર થતા નેક કેબલમાં તાર નાખવાની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાથી ઘણા દિવસોથી આ ખાડા જોખમી બન્યા છે. તાકીદે આ ખાડામાંથી પસાર થતા વીજ તારની કામગીરી આટોપી દઈને ખાડા પૂરી દેવા જોઈએ તેવી લોક માંગણી છે.










