• કેટલાંક મુસાફરો મોજમસ્તી માટે સુરક્ષા સાધનો સાથે કરે છે છેડછાડ

  • 300થી વધુ ટ્રેનોમાં લગાવવામાં આવી છે સ્મોક ડિટેક્શન સિસ્ટમ
  • બીડી-સીગરેટ પીવા મુસાફરો સિસ્ટમ પર સ્ટીકર લગાડી ડેટ હોય છે

રાજકોટ અગ્નિકાંડની શ્યાહી હજુ પણ સુકાઈ નથી ત્યારે ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કેટલાક મુસાફરો તેમના મોજમસ્તી માટે સુરક્ષાના સાધનો સાથે છેડછાડ કરી રહ્યા છે જે ક્યારેક મોટા દુર્ધટનાને આમંત્રણ આપી શકે છે. તો, મુસાફરો દ્વારા ફાયર એન્ડ સ્મોક ડિટેક્શન સિસ્ટમ સાથે જે રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે તેનાથી મોટી દુર્ધટના સર્જાઈ શકે છે.


રાજકોટ અગ્નિકાંડ બાદ ઠેર ઠેર ફાયર સેફ્ટીને લઈને તંત્રએ કવાયત હાથ ધરી છે તેવામાં ભારતીય રેલવેના તમામ એસી ક્લાસમાં આધુનિક ટેક્નોલોજી વાળી ફાયર એન્ડ સ્મોક ડિટેક્શન સિસ્ટમ લગાવાવમાં આવી રહી છે. જેનાથી ટ્રેનમાં આગ લાગવાથી અથવા ધુમાડો ઉત્પન્ન થતાની માત્ર દોઢ મિનિટમાં જ ટ્રેન થંભી જાય છે. હાલ આ સિસ્ટમ 300થી વધુ ટ્રેનોમાં લગાવવામાં આવી છે અને આગામી દિવસોમાં તમામ કોચ આ સિસ્ટમથી સજ્જ કરી દેવામાં આવશે.


ટ્રેનોમાં લગાવવામાં આવેલ આ સિસ્ટમ એટલી પાવરફૂલ છે કે સામાન્ય આગની ઘટનામાં પણ આ સિસ્ટમ સ્મોક ડિટેક્ટ કરીને એલાર્મ વગાડે છે અને જો ઓપરેટર દોઢ મિનિટમાં આ એલાર્મ પર કોઈ કાર્યવાહી નથી કરતા તો તુરંત ટ્રેનમાં ઈમરજન્સી બ્રેક વાગી જાય છે. જો કે કેટલાક બેદરકાર મુસાફરો ચાલુ ટ્રેનમાં બીડી કે સીગારેટ પીવા માટે આ સ્મોક એન્ડ ફાયર ડિટેક્શન સિસ્ટમના સેન્સર પર સ્ટિકર લગાડીને સિસ્ટમને નિષ્ક્રિય કરી દે છે જેનાથી મોટી આગમાં પણ આ સેન્સર કામ કરતા નથી. છેલ્લા એક વર્ષમાં સ્મોક ડિટેક્શન સિસ્મટ દ્વારા ચાલુ ટ્રેનમાં 20થી વધુ સ્મોકના કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે જે બીડી સીગારેટ પીવાના કારણે થયા હતા. આવા કેસોના કારણે અન્ય મુસાફરોનો પણ સમયનો વ્યય થતો હોય છે.


એક તરફ ભારતીય રેલવે તરફથી મુસાફરોની સુરક્ષા વધારવા ટ્રેનોમાં ફાયર એન્ડ સ્મોક ડિટેક્શન સિસ્ટમ લગાવીને મુસાફરોને સુરક્ષા પૂરી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બેદરકાર નાગરિકોએ પોતાના મોજશોખ માટે અન્ય મુસાફરોના જીવ જોખમમાં ન મુકવા જોઈએ.


  • Follow us on: