• આંકલાવ પોલીસે ટેન્કરચાલક વિરુદ્ધ ફ્રિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી

  • મૂજકુવા પેટ્રોલપંપ નજીક વહેલી સવારે કેમિકલ ટેન્કર અને
  • મહિન્દ્રા પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો

આંકલાવ-આસોદર માર્ગ પર આવેલા મૂજકુવા પેટ્રોલપંપ નજીક વહેલી સવારે કેમિકલ ટેન્કર અને મહિન્દ્રા પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પિકઅપમાં સવાર બોરસદના દાવોલ ગામના બે લોકોના મોત અને એકને ઇજાઓ થઈ હતી અને ટેન્કરચાલકને ઇજાઓ પહોંચી હતી. જેને લઈને આંકલાવ પોલીસે ટેન્કરચાલક વિરુદ્ધ ફ્રિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના દાવોલ ગામે રહેતા અશોકભાઈ રાયસંગભાઈ ગોહેલ, અશોકભાઈ રાવજીભાઈ ગોહેલ, વિજયભાઈ પ્રતાપભાઈ ગોહેલ જેઓ સુરત શાકમાર્કેટમાં પિકઅપ લઈને ધાણા-લસણ વેચીને દાવોલ પરત આવી રહ્યા હતા. ત્યારે શનિવારે 7:00 વાગ્યાની આસપાસ આંકલાવથી આસોદર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા.આ દરમિયાન સામેથી પુરઝડપે આવતી કેમિકલ ભરેલી ટેન્કરે પિકઅપ સાથે ધડકાભેર અથડાઈ હતી. જેમાં પિકઅપમાં સવાર એકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે એકને 108 મોબાઇલ વાન મારફ્તે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ટેન્કરચાલક મિતભાઈ સુલેમાનભાઈ વ્હોરાને ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર બનાવમાં પિકઅપમાં સવાર વિજયભાઈ પ્રતાપભાઈ ગોહેલની ફ્રિયાદના આધારે આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે.

  • Follow us on: