મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇ તાપીમાં દારુના વેચાણ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તાપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટના જાહેરનામાથી આશ્ચર્ય...20 નવેમ્બરે તાપી જિલ્લામાં ડ્રાય ડે જાહેર કરાયો છે. વિધાનસભા ચૂંટણીને દારુ કે બીજા નશાકારક પદાર્થના વેચાણ પર પ્રતિબંધને લઇ જાહેરનામું બહાર પાડ્યું છે. આ પરથી તાપી જિલ્લામાં દારુના વેચાણનું થતું હોવાનો સ્વીકાર કર્યો હોય તેવું લાગી રહ્યું છે.


મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદને અડીને આવેલો જિલ્લો તાપી છે. આગામી 20મી નવેમ્બર 2024ના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાં યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. આર.બોરડે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને મતદાન મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખોરવાય તે માટે મતદાન દરમિયાન જિલ્લામાં દારૂ કે તેના જેવા બીજા નશાકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્દ કર્યું છે.

તાપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટના  જાહેરનામા મુજબ, મહારાષ્ટ્ર રાજ્યમાં 20 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી અનુસંધાને જિલ્લામાં મતદાનનો સમય પુરો થવાના કલાક સાથે પુરા થાય તે રીતે 48 કલાકના સમયને “ડ્રાય ડે” જાહેર કરવા અંગે ઉલ્લેખ છે. જેમાં ફેર મતદાન (જો થાય તો)નો દિવસ પણ આવરી લેવાશે. ઉપરાંત મતગણતરી એટલે કે, 23 નવેમ્બર 2024ના દિવસને પણ આવરી લેવાશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે તેવો તાપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટના જાહેરનું બહાર પાડ્યું છે.

  • Follow us on: