તાપીમાં આવેલા સોનગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આશરે બપોરે 1ઃ18 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  2થી 3 સેકન્ડના આંચકાથી લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપથી કોઇ જાનહાનિ કે નુકસાનીના સમાચાર મળ્યા નથી.


મળતી માહિતી મુજબ. રાજ્યમાં ભૂકંપના આંચકા અવાર નવાર આવતા જ રહે છે. જાણે પ્રકૃતિ માનવ જીવનને કઇ સંદેશો આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં તાપીમાં આવેલા સોનગઢમાં બપોરે 1ઃ18 કલાકની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 2થી 3 સેકન્ડના આંચકાથી લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. એકાએક સોનગઢની ધરા ધ્રુજતા લોકો ઘર બહાર નીકળી આવ્યા હતા.

ગઇ કાલે કચ્છમાં પણ અવાર-નવાર ભૂકંપના આચકા અનુભવાયા હતા. જેનું મુખ્યા કારણ એ છેકે, 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. 6 ડિસેમ્બરના રોજ કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 1ઃ59એ 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી વેસ્ટ સાઉથ વેસ્ટ દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ મચ્યો હતો.


  • Follow us on: