• પાસા હેઠળ અટકાયતની શંકામાં HCમાં કરી અરજી
  • કોર્ટમાં તથ્ય પટેલ વિરુદ્ધમાં થઈ રજૂઆત
  • 20 વર્ષીય તથ્ય પટેલ વિરુદ્ધ બેફામ ડ્રાઈવિંગના 3 ગુના

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલે હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં પાસા હેઠળ અટકાયતની શંકામાં ત્થયે HCમાં અરજી કરી છે. કોર્ટમાં તથ્ય પટેલ વિરુદ્ધમાં રજૂઆત થઇ છે. જેમાં 20 વર્ષીય તથ્ય પટેલ વિરુદ્ધ બેફામ ડ્રાઈવિંગના 3 ગુના છે. તેમાં સરકારે જણાવ્યું હતુ કે પાસા હેઠળ અટકાયત કરવા આદેશ કરવામાં આવે.

તથ્ય પહેલાથી જ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે

[[$googlead]]

તથ્ય પટેલના વકીલે કોર્ટમાં રજૂઆત કરી છે. ત્યારે વકીલે જણાવ્યું છે કે તથ્ય પહેલાથી જ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તથ્યનું ડ્રાઈવિંગ લાઈસન્સ પહેલાંથી જ રદ્દ કર્યું છે. ત્યારે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં વધુ સુનાવણી થશે. તેમાં તથ્ય પટેલની મુશ્કેલી વધી શકે છે. જેમાં પાસા હેઠળ અટકાયતની આશંકાથી તથ્ય પટેલની હાઇકોર્ટમાં અરજી છે. આ બાબતે વકીલે જણાવ્યું છે કે સ્પીડમાં વાહન ચલાવવાનો કે આ પ્રકારનો કોઈ ગુનો કરવાનો પ્રશ્ન જ ઊભો નહીં થાય.

[[$alsoread]]

પાંચ વખત રેડલાઇટ ભંગ કરી

અગાઉ પોલીસની તપાસમાં સામે આવ્યું કે તથ્ય પટેલ ન માત્ર સ્પીડ લિમિટ કરતા વધુ ગાડી ચલાવતો હતો. પરંતુ તેણે એક મહિનામાં પાંચ વખત રેડ લાઇટ ભંગ કરી હતી. ચોંકાવનારી વાત છે કે નિયમોનો ભંગ કરવા છતાં ટ્રાફિક પોલીસે ન તો ક્યારેય કાર્યવાહી કરી ન તો દંડ ફટકાર્યો. અમદાવાદના એડિશનલ સીપી (ટ્રાફિક) એનએન ચૌધરીએ કહ્યુ કે તથ્ય પટેલ પાછલા મહિને ગાંધીનગરમાં થયેલી એક દુર્ઘટનામાં સામેલ હતો. સાક્ષીઓએ અમને તે વિશે જણાવ્યું જેની તપાસ ચાલી રહી છે. એફએસએલ રિપોર્ટમાં ખુલાસો થયો કે જેગુઆરની ગતિ અકસ્માત સમયે 140 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી.

પોલીસે ગુન્હો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેગુઆર ગાડી વડે 09 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કાર ચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વેહિકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુન્હો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી છે. અગાઉ તથ્ય પટેલે વકીલ નિસાર વૈદ્ય મારફતે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની ઉપર દલીલો પૂર્ણ થયા કોર્ટે ચુકાદો અપાતા તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી દિધી હતી.


  • Follow us on: