લોકસભામાં આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરાયું. નાણામંત્રી નિર્મલા સીતારમણે 8મું બજેટ રજૂ કરી ઇતિહાસ રચ્યો. આજે 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રીએ બજેટ જાહેર કરતાં વિવિધ સેક્ટરમાં મોટી જાહેરાત કરી.બજેટમાં સામાન્ય લોકો, સીનીયર સીટીઝન, મહિલાઓ અને યુવાનો પર ધ્યાન આપવામાં આવ્યું. આજના બજેટમાં ટેક્સ પેયર્સને લઈને મોટી જાહેરાત કરાઈ. બજેટમાં મધ્યમવર્ગને ધ્યાનમાં રાખતા ટેક્સ સ્લેબમાં છૂટ આપવામાં આવી. બજેટ 2025માં તમામ વર્ગો માટે ઇન્કમટેક્સમાં છુટછાટનું ધ્યાન રાખવામાં આવ્યું.
બજેટમાં ટેક્સ પેયર્સને મોટી રાહત આપવામાં આવી છે. બજેટમાં આવકમાં આવેલ છૂટ મિડલ કલાસ માટે કેટલી ફાયદાકારક છે તેને લઈને અમે C.A.પાસેથી સૂચનો લીધા. આવો આપણે C.A.ના માધ્યમથી ટેક્સ સ્લેબને સરળ શબ્દોમાં સમજીએ.
C.A.નું સૂચન
C.A: આપણા દેશના અર્થતંત્રમાં મધ્યમવર્ગનો ફાળો રહેલો છે. આજનું બજેટ મધ્યમવર્ગને બુસ્ટ આપનારું ચોક્કસથી કહી શકાય. આજની બજેટમાં 12 લાખ સુધીની આવકમાં ટેક્સમાં છુટ આપવામાં આવી. આ એક બહુ મોટો અને મહત્વનો નિર્ણય કહી શકાય.
2014 સુધીમાં નીલ ટેક્સ જે 2.5 લાખ હતો તેમાં વધારો કરીને 5 લાખ કરાયો. અને તેના બાદ 10 વર્ષ પછી ટેક્સ સ્લેબમાં બદલાવ કરાયો. એટલે કે 2023માં 5 લાખના ટેક્સ સ્લેબમાં છૂટછાટ આપતા વધારતા 7 લાખ સુધી કરવામાં આવી. અને હવે આજે 1 ફેબ્રુઆરી 2025માં રજૂ થયેલ બજેટમાં 7 લાખના ટેક્સ સ્લેબને 12 લાખ કરવામાં આવ્યો. કહી શકાય કે મોદી સરકારે સમયની માંગ મુજબ ટેક્સ સ્લેબમાં વધારો કર્યો છે.
- 2014 સુધી નીલ ટેક્સને જે 2.5 લાખ હતો તે વધારીને 5 લાખ કરાયો
- 2023માં 5 લાખ ટેક્સ સ્લેબમાં 7 લાખ સુધીની છૂટ અપાઈ
- હાલમાં 2025માં 7 લાખના ટેક્સ સ્લેબને 12 લાખ કરાયો
અર્થાત જો તમારી આવક 12 લાખ સુધીની હોય તો રીબેટની રીલીઝ સાથે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. અને જો તમે સેલરાઈઝ ટેક્સ લો છો તો આ ટેક્સ સ્લેબ 12 લાખ 75 હજાર રૂપિયા છે જેમાં 75 હજાર રૂપિયા સ્ટાન્ડર્ડ ડીડકશન છે. આજે રજૂ થયેલા બજેટમાં જો મૂળ ટેક્સ રીઝયૂમના ટેક્સ સ્લેબને મૂકવામાં આવે તો એવું કહી શકાય કે જો તમારી આવક શૂન્યથી 4 લાખ સુધીની હોય તો તમારે ટેક્સ નહીં ભરવો પડે. અને જો તમારી આવક 4 લાખ થી 8 લાખ સુધીની હોય તો તમારે 5 ટકા ટેક્સ ભરવો પડશે. તેમજ જો તમારી આવક 8 લાખ થી 12 લાખ સુધીની હોય તો 10 ટકા, 12 લાખથી 16 લાખ સુધીની હોય તો 10 ટકા, 16 લાખથી 20 ટકા સુધીની હોય તો 20 ટકા અને 20 લાખથી 24 લાખ સુધીની આવક હોય તો 25 ટકા ટેક્સ ભરવાનો રહેશે. આ ઉપરાંત જો તમારી આવક 24 લાખથી વધુ હોય તો તમારે 30 ટકા ટેક્સ ભરવો પડશે.
- 4 લાખ થી 8 લાખમાં 5 ટકા ટેક્સ
- 8 લાખ થી 12 લાખમાં 10 ટકા ટેક્સ
- 12 લાખ થી 16 લાખમાં 15 ટકા
- 16 લાખ થી 20 લાખમાં 20 ટકા
- 20 લાખ થી 24 લાખમાં 25 ટકા
- 24 લાખથી વધુ આવક પર 30 ટકા
મધ્યમવર્ગ માટે આવકારદાયક
C.A. કહે છે કે આજનું બજેટ મધ્યમવર્ગ માટે આવકારદાયક છે. ટેક્સ પેયર્સને મોટી છૂટ આપવામાં આવી છે તેનાથી મધ્યમવર્ગને મોટો લાભ થશે. ટેક્સ સ્લેબ 12 લાખ કરાતા લિકવીડીટી અને ટેક્સ સેવિંગ્સ થવાની સંભાવના વધારે છે. ઉ.દા.જો તમારી આવક 12 લાખ હોય તો સેવિંગ્સ 80 હજાર રૂપિયા સુધીનું થઈ શકે. અને 18 લાખની આવક ધરાવતા હોવ તો 70 હજાર રૂપિયા અને 25 લાખ અથવા તેનાથી વધુ આવક ધરાવતા હોવ તો અંદાજે 1 લાખ 10 હજાર અને તેના કરતાં વધુ સેવિંગ્સ કરી શકો છો.
સામાન્ય માણસના ખિસ્સા ભરનારું બજેટ : મોદી
સંસદમાં રજૂ કરાયેલા સામાન્ય બજેટને લઈને વડાપ્રધાન મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમની ટીમને અભિનંદન પાઠવતા આત્મનિર્ભર ભારતની દિશા નક્કી કરનારૂ બજેટ ગણાવ્યું. તેમજ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓને પૂર્ણ કરનાર સામાન્ય માણસના ખિસ્સા ભરનારું બજેટ ગણાવ્યું.આ બજેટ વિકસિત ભારતના મિશનને વધારશે.









