રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકી સાથે અઘટિત ઘટનાનો મુદ્દે જોરદાર વિરોધ થઈ રહ્યો છે,જેમાં શિક્ષિકા પર આરોપ કરવામાં આવ્યો છે કે,4 વર્ષની બાળકીને શિક્ષિકાએ ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડી છે જેમાં કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની શિક્ષિકા સામે ફરિયાદ નોંધાવાઈ છે,તો પોલીસ આ મામલે તપાસ કરી છે.


[[$googlead]]

કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા CCTV ફૂટેજ જાહેર કરવામાં આવ્યા

આખરે શું બન્યું હતું શાળામાં તે અંગે શાળા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે,જેમાં આરોપ અંગેની કોઈ હરકત ન હોવાનો શાળા સંચાલકનો દાવો છે,સ્કૂલે 11 થી 14 એપ્રિલ વચ્ચેના સીસીટીવી જાહેર કર્યા છે,તો સંચાલકનું કહેવું છે કે,એક પણ વખત શિક્ષિકા બાળકને ટચ કરતા નથી જેમાં અમે પોલીસ અને વાલી બંનેને CCTV આપ્યા છે,શાળાના સંચાલકનું કહેવું છે કે,ખાનગી હોસ્પિટલનો રિપોર્ટ લઈને વાલી આવ્યા હતા.

[[$alsoread]]

રાજકોટમાં નર્સરીની બાળકીના ગુપ્તાંગમાં ઇજા પહોંચાડ્યાની ફરિયાદ

આ સમગ્ર કેસમાં ડોકટરનું એવું માનવું છે કે,પાણી ઓછું પીવાથી પણ આ રીતનો દુખાવો થતો હોય છે,માતાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે જેમાં પોલીસે પોક્સો તેમજ એટ્રોસિટી કલમ હેઠળ ફરિયાદ નોંધી છે,વિદ્યાર્થિની હાલ જનાના હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

રાજકોટ કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ સામે વિરોધ

આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ વિદ્યાર્થી સંગઠનોએ સ્કૂલ બહાર વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે શાળાનો ગેટ બધ કરીને પોલીસ પણ બોલાવી પડી હતી,પોલીસે વિધાર્થીઓની અટકાયત કરી હતી અને શાળાની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો,સંગઠનના વિધાર્થીઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.


  • Follow us on: