ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં ધો. 1 થી 8ના શિક્ષકોની ભરતી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 13, 852 જગ્યાઓ પર વિદ્યાસહાયકની જગ્યા ભરાશે. 20 ફેબ્રુઆરીએ કામચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રીએ ટ્વીટ પર પોસ્ટ કરીને માહિતી આપી છે.


રાજ્યના શિક્ષણ મંત્રીએ ટ્વીટ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 ની 7000 જગ્યાઓ, ધોરણ 6 થી 8 ની 5000 જગ્યાઓ અને અન્ય માધ્યમની 1852 જગ્યાઓ એમ કુલ 13852 જગ્યાઓ ભરવા વિધાસહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વિધાસહાયક ભરતી અંગે 20 ફેબ્રુઆરીએ કામચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવશે.

[[$googlead]]


[[$alsoread]]

વિધાસહાયક ભરતીની જાહેરાત

  • ધોરણ 1 થી 5 ની 7000 જગ્યાઓ
  • ધોરણ 6 થી 8 ની 5000 જગ્યાઓ
  • માધ્યમની 1852 જગ્યાઓ
  • કુલ 13,852 જગ્યાઓ

સદર જાહેરાત અન્વયે તા. 07/11/2024 થી તા.16/11/2024 દરમિયાન ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. જેની કામચલાઉ મેરીટ યાદી તા.20/02/2025ના રોજ બપોરે 3.30 વાગ્યે https://vsb.dpegujarat.in પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારો ઉક્ત વેબસાઇટ પર જઇ પોતાની કામચલાઉ મેરીટ યાદી જોઇ શકશે.


  • Follow us on: