• ગભરાઈ ગયેલી સગીરાએ પરિવારને જાણ કરતા ભાંડો ફૂટ્યો
  • પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો
  • પ્રાથમિક તપાસમાં આરોપી છૂટક મજૂરી કરતો હોવાનું સામે આવ્યું

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ઘરમાંથી બહાર નીકળેલી સગીરાને પાડોશી શખ્સે ઘરમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. આ મામલે સગીરાના પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વટવા GIDC વિસ્તારમાં સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. થોડા સમય પહેલા સગીરા બાથરૂમ જવા માટે પોતાના ઘરે બહાર નીકળી હતી. આ સમયે પાડોશમાં રહેતા યુવકે તેને પોતાના ઘરમાં બોલાવીને તેની પર દુષ્કર્મ આચર્યું હતુ.

આ ઘટનાને પગલે સગીરા ગભરાઈ ગઈ હતી અને ઘરે જઈને પોતાના પરિવારના સભ્યોને વાત કરતાં આરોપી ફરાર થઈ ગયો હતો. સગીરાના પરિવારજનોએ આ મામલે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળના અંતે આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી છૂટક મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  
  • Follow us on: