• પાંચ દિવસ સુધી ઠંડક રહ્યા બાદ ફરી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ

  • સાત શહેરમાં તાપમાન 40 ડિગ્રી પાર : સૌથી ઓછું દ્વારકામાં 30.8 ડિગ્રી
  • અમદાવાદ સહિત રાજ્યનાં કુલ સાત શહેરમાં મહત્તમ તાપમાનનો પારો

અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાન નીચું રહેતા લોકોને રાહત મળી હતી. પરંતુ બુધવારથી તાપમાનનો પારો ઊંચકાતા ફરી એકવાર કાળાઝળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદ સહિત રાજ્યનાં કુલ સાત શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જોકે હજુ આગામી એક સપ્તાહ સુધી ગરમીથી રાહત નહીં મળે, પરંતુ તાપમાનનો પારો સતત ઊંચકાશે એવા હવામાન વિભાગ દ્વારા સંકેતો અપાયા છે.

હવામાન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વિગતો મુજબ આજે બુધવારે 7 શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ

નોંધાયું હતું. અમદાવાદમાં 40.8 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4, વી.વી. નગરમાં 41.7, વડોદરામાં 40.6, અમરેલીમાં 40.5, રાજકોટમાં 40.5 અને સુરેન્દ્રનગરમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી એક સપ્તાહ સુધી ગરમીમાં સતત વધારો થશે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો, 29મી એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી જશે. આમ અન્ય શહેરોના તાપમાનમાં પણ સતત વધારો થવાના સંકેતો આપવામાં આવ્યા છે.


  • Follow us on: