- કેનેડામાં વસતા ભારતીયોના પરિવારોમાં ચિંતા
- એડવાઇઝરી જાહેર થયા બાદ પરિવારજનોમાં ચિંતા
- પરિવારજનો કેનેડા રહેતા દીકરા સાથે સતત સંપર્કમાં
ભારત અને કેનેડા વચ્ચે રાજકીય તણાવની અસર કેનેડા ભણવા ગયેલા વિદ્યાર્થીઓના પરિજનો ઉપર પડી રહી છે. જેમાં રાજકોટના શાહ પરિવારના દીકરા પણ કેનેડા અભ્યાસ અર્થે ગયા છે. 10 મહિનાથી કેનેડાનાં ટોરેન્ટો ખાતે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે શાહ પરિવારની સંતાનને લઈને ચિંતા છે.
ખાલિસ્તાન વિવાદ બાદથી પરિજનો ચિંતિત છે
ખાલિસ્તાન વિવાદ બાદથી પરિજનો ચિંતિત છે અને કેનેડા રહેતા દીકરા સાથે સતત સંપર્કમાં છે. હાલ ત્યાં કેનેડામાં સ્થતિ સામાન્ય છે. પરંતુ વાલી તરીકે શાહ પરિવાર સતત ચિંતિત છે. કેનેડામાં વસતા ભારતીયોના પરિવારોમાં ચિંતા વ્યાપી ગઇ છે. ત્યારે સુરતના પરિવાર સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી છે તેમાં કેનેડાના ઓનતારીયોમાં મિલન પ્રજાપતિ રહે છે અને તેમનો પરિવાર જણાવી રહ્યો છે કે હાલ તો આ વિસ્તારમાં પરિસ્થિતિ સારી છે. પહેલા એક બે દિવસે એક વાર વાત થતી હતી હવે રોજ 4 વખત વાત થાય છે. મિલન સાથે અન્ય 6 યુવાનો રહે છે. વહેલી તકે તમામ બાબતોનું નિરાકરણ આવવું જોઇએ.
કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારોને ડરવાની જરૂર નથી
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો પરિવાર ચિંતામાં છે. હવે સરકારે વાલીઓની ચિંતા દૂર કરી છે. સરકારે કહ્યું છે કે વિદ્યાર્થીઓના પરિવારોએ ડરવાની જરૂર નથી. વિદેશ મંત્રાલયે 44 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં કેનેડાને લગતા દરેક સવાલોના જવાબ આપ્યા છે. સરકારે કેનેડા તેમજ સમગ્ર વિશ્વ સમક્ષ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશને લઈને ઘણા લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે. પહેલો સવાલ એ છે કે કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓનું શું થશે?
ભારતમાં વિદ્યાર્થીઓના વાલીઓ તેમના ભવિષ્યને લઈને ચિંતિત
ભારતમાં વિદ્યાર્થીઓના વાલીઓ તેમના ભવિષ્યને લઈને ચિંતિત છે. આ સંદર્ભે, ભારત સરકારે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ચિંતાઓને દૂર કરવા માટે પ્રથમ વખત નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ સંબંધોથી ભારતના વિદ્યાર્થીઓ પર કોઈ અસર નહીં થાય. વિઝા પરના કામચલાઉ પ્રતિબંધની પણ ભારતીય વિદ્યાર્થીઓ પર કોઈ અસર નહીં થાય. આનો અર્થ એ થયો કે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારોને ડરવાની જરૂર નથી.









