ગુજરાતમાં રખડતા ઢોરનો આંતક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રસ્તે રખડતા ઢોર રાહદારીઓને અડફેટે લઈ ઈજા પહોંચતા હોય અથવા તો જીવ લઈ લેતા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જામ ખંભાળિયામાં રખડતા પશુઓનો આતંકથી લોકો ત્રાહિમામ થયા છે. આખલાએ યુવક-યુવતીને અડફેટે લીધા હતા. આખલાના આતંકના કારણે બાઇક પર જઇ રહેલા યુવક યુવતી નીચે પટકાયા હતા.


[[$googlead]]

જામ ખંભાળિયામાં રખડતા પશુઓનો આતંક

જામ ખંભાળિયા શહેરમાં આખલાનો આંતક યથાવત જોવા મળ્યો છે. જેમાં સીસીટીવી વાયરલ થયા હોવાનું સામે આવ્યું છે. જાહેર રોડ પર આખલાએ દોડ મૂકતા બાઈક પર જઈ રહેલા યુવક અને યુવતીને અડફેટે લીધા હતા. આખલાના કારણે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રસ્તા પર પટકાયા હતા. આખલાનો આતંક પાલિકા કચેરીની બહાર રોડ પરનો હોવાનું અનુમાન છે. નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે લોકો ત્રાહિમામ થયા છે. દિનપ્રતિદિન વધતા જતા રખડતા ઢોરનાં ત્રાસથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રખડતા ઢોરને પાંજરે પુરવામાં આવે તેવી નગરજનોએ માગ ઉઠાવી રહ્યા છે.

[[$alsoread]]

અગાઉ પણ સામે આવ્યો રખડતા ઢોરનો આંતક

થોડા દિવસો પહેલા ભાવનગર શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો આંતક સામે આવ્યો હતો. શહેરના કુંભારવાડા અક્ષય પાર્ક પાસે રખડતા ઢોરએ એકટીવા ચાલક સાથે અન્ય એક રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતાં. રખડતા ઢોરે એકટીવા ચાલકને દૂર સુધી ફંગોળીને ફેકી દીધો હતો. સમગ્ર બનાવના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા. એકટીવા ચાલક અક્ષય પાર્ક રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઢોર સાથે અથડાય અને એકટીવા પણ સ્લીપ થયું હતું

દ્વારકામાં પણ આખલાનો આંતક

દેવભૂમિ દ્વારકામાં પણ રખડતા ઢોરનો આતંક યથાવત્ છે. થોડા દિવસો પહેલા યાત્રાધામ દ્વારકામાં આખલાનો આંતક જોવા મળ્યો હતો. રિલાયન્સ રોડ નવા ગોમતી ધાટ પાસે આખલાઓનું યુદ્ધ થયું હતું. દ્વારકામાં આવેલ રિલાયન્સ રોડ પાસે રાજાધિરાજ હોટલની અંદર આખલાઓ દરવાજાના કાચ તોડી અંદર ઘુસિયા હતા.


  • Follow us on: