થાનગઢ પાલિકાની ચૂટણીમાં ભાજપને સ્પસ્ટ બહુમતી મળી છે પરંતુ છેલ્લા બે વર્ષથી વહીવટદારનું' શાશન હતું જેથી અનેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા હોવાથી પાલિકાના પ્રમુખ એમની ટીમ સામે અનેક પડકારો દેખાઈ રહ્યા છે ત્યારે કોના ઉપર કળશ ઢોળાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ શહેર પહેલા વિકસિત અને ઉધ્યોગ નગરી ગણાતું હતું.પરંતુ હાલ વિવિધ પરિસ્થિતિ સંજોગો અને વહીવટદારોની અણઆવડતના કારણે હાલ સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે.એમાં વળી છેલ્લા બે વર્ષથી થાનગઢ પાલિકામાં વહીવટદાર સાશન હોવાના કારણે વિકાસના કામો કે શહેરીજનોની સમસ્યા સામે ખાસ કાર્યવાહી કરાઈ નથી.જેથી શહેરીજનો ટ્રાફ્કિ,ગંદકી,રસ્તા અને તળાવની દયનીય હાલત જેવી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.ત્યારે બે વર્ષ બાદ પાલિકાની ચૂંટણી યોજાતા 28 બેઠકો માંથી 25 ભાજપ અને ત્રણ બસપાના ફળે જતા ભાજપને સ્પસ્ટ બહુમતી મળી છે. ત્યારે હવે પ્રમુખનો કાંટાળો તાજ ત્રણ ટર્મથી ચૂંટાતા વિજયભાઈ વારેવડિયા, પ્રદુમનસિહ રાણા, બાબભાઈ ધાંધલ કે પછી હર્ષદભાઈ પાટડિયા આ ચાર નામો ચર્ચાઈ રહ્યા છે ત્યારે કોના ઉપર કળશ ઢોળાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.

 આ ઉપરાંત છેલ્લાં બે વર્ષથી વહીવટદાર સાશન હોવાથી લોકો સમસ્યાથી થાનગઢમાં પીડાઈ રહ્યા છે ત્યારે સમસ્યાઓ સાથે વાસુકિદાદાનું સુપ્રસિધ્ધ નાનું મોટું તળાવ ગંદકીથી તરબોળ દેખાઈ રહ્યું છે. જેના કારણે મહિલાઓમાં ખાસ કરીને રોષ જોવા મળી રહ્યો હોવાથી નવા પ્રમુખ સામે આવા અનેક પડકારો દેખાઈ રહ્યા છે.


  • Follow us on: