થાનગઢના સરોડી ગામના ગોપાલ વિનુભાઇ મેટાળીયાની સગી બહેનની સુરાભાઇ નાથાભાઇ કુમખાણીયા અવારનવાર છેડતી કરી હેરાન કરતા હોય.


ધુળેટીના તહેવાર દરમિયાન આ સુરાભાઇએ તેમની બહેનની સાથે ધુળેટી રમેલા હોય જેની દાઝ રાખી આરોપી ગોપાલ હાથમાં છરી લઇને સુરાભાઈને મારવા જતા હતા. જે દરમિયાન મનસુખભાઇ વચ્ચે પડી છરી પકડી લેતા ગોપાલએ મનસુખભાઈને છરી મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. એથી મનસુખભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. સદર બનાવને ખુબ જ ગંભીરતા લઈ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા ગોપાલ મેટાળિયાને સરોડી ગામ પાસે બેલાની ખાણ વિસ્તારમાં છુપાયો હોય તેવી બાતમી મળતા તપાસ કરી પકડી પાડયો હતો.


  • Follow us on: