થરાદમાં એક ચોંકાવનારી ધટના બની છે. થરાદની નર્મદા કેનાલમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. ડેલ પુલ નજીકથી યુવક યુવતીના મૃતદેહ બહાર કઢાયા છે. હાલમાં કેનાલમાં ઝંપ લાવવાનું કારણ અકબંધ છે. સાથે જ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે.


થરાદની નર્મદા કેનાલમાંથી યુવક યુવતીનો મળ્યો મૃતદેહ

થોડા દિવસો પહેલા નવસારીમાં 6 વર્ષની માસુમ બાળકી કસ્બા નજીક પુર્ણા નદીમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું ત્યાર બાદ દ્વારકામાં ગોમતી નદીમાં બે લોકો ડૂબી જતાં મોત થયા હતા. ત્યારે હવે થરાદની નર્મદા કેનાલમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળ્યો છે. ડેલપુલ નજીક બંને યુવક યુવતીના મૃતદેહ ફાયર બ્રિગેડે બહાર નિકાળ્યા છે. 26 વર્ષીય રામાભાઇ વાલ્મિકી અને 30 વર્ષીય ભારતીબેન વાલ્મીકિનો મૃતદેહ નિકાળી પરિવારને સોંપ્યો છે. બંનેના મૃતદેહ જોતા પરિવાર શોકમાં જોવા મળ્યો છે. આ યુવક અને યુવતીએ કયા કારણે કેનાલમાં ઝંપલાવ્યું તેનું કારણ અકબંધ છે.

અગાઉ પણ નદીમાં ડૂબતા થયા મોત

તમને જણાવી દઈએ કે , થોડા દિવસો પહેલા યાત્રાધામ દ્વારકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ગોમતી નદીમાં બે લોકોના ડૂબવાથી મોત થયા હોવાની માહિતી સામે આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. ગઈકાલે ગોમતી નદીમાં બે લોકો ડૂબી જવાથી લાપતા થયા હતા. ભારે જહેમતે બે લોકોનાં મૃતદેહ દરિયા વિસ્તારમાંથી મળ્યા હતા. નગરપાલિકાના ફાયર જવાનોએ મૃતદેહોને શોધી કાઢ્યા હતા.

સાથે જ નવસારીમાં 6 વર્ષની માસુમ બાળકી પોતાના 4થી 5 મિત્રો સાથે રમતા-રમતા કસ્બા નજીક પુર્ણા નદીમાં ન્હાવા પડી હતી. ન્હાવા પડેલી નાની ભૂલકી નદીનાં ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં મૃત્યું નિપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ બાળકીની લાશ બહાર કાઢી હતી અને બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.


  • Follow us on: