ગુજરાતના 33 જિલ્લામાં પસંદ થયેલા શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોમાં થરાદના શિક્ષક અમરાભાઇ હરસિંગભાઈ પટેલ નો સમાવેશ થતાં સંતશ્રી મોરારજી બાપુના હસ્તે સંતો મહંતો ઉપસ્થિત રહીને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.


જેમાં રાજ્યના 34 શિક્ષકોને ચાલુ વર્ષે ચિત્રકૂટ એવોર્ડ 15મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે ચિત્રકૂટ આશ્રમમાં પરમ પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ સાથે એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે તેમને એવોર્ડ, પ્રમાણપત્ર, શાલ અને રૂ. 25,000 પ્રોત્સાક ઇનામ સ્વરૂપે શિક્ષકને પ. પૂજ્ય મોરારીબાપુ તરફ્થી એનાયત કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાંથી એકમાત્ર સૌ પ્રથમવાર થરાદ તાલુકાની ગગાણા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પટેલ અમરાભાઇ હરસિંગભાઈ ની શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી અમરાભાઇ એક કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક રીતે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે.સમગ્ર જિલ્લામાંથી તેમને એવોર્ડ મળતા ખુશી લહેર છવાઇ ગઇ છે.


  • Follow us on: