ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને આજે નાણામંત્રીએ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કર્યું તે બજેટમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાને સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે.


ઇઝરાયલમાં જેમ આધુનિક ખેતી થાય છે તે જ પ્રમાણે થરાદમાં પણ હવે કૃષિ ઇજનેરી કોલેજ બનવાથી ખેડૂતોને તેનો લાભ મળશે. આધુનિક પદ્ધતિથી ખેતી થાય, ખેતી કરવા માટેના ઓજારો,સાધનો અને આધુનિક ટેકનોલોજી વાળા મશીનરીનું નિર્માણ થશે. અને વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરશે. અને તેના દ્વારા થરાદ તેમજ આજુબાજુના તમામ તાલુકામાં આ પધ્ધતીથી ખેડૂતો સદ્ધર બનશે અને ખેડૂતો પોતાની આવકમાં બમણો વધારો કરી શકશે. જેમાં થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી બે વર્ષ પહેલા પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે થરાદ તેમજ આજુબાજુ તાલુકા છે તે લોકો ખેતી ઉપર નિર્ભર છે પરંતુ ખેડૂતો ખેતી કરવામાં ઘણી ભુલો કરી રહ્યા છે. તેમને પૂરતું માર્ગદર્શન અને મશીનરી નથી મળી રહ્યું. તેના માટે બે વર્ષ પહેલાં પોતે લોકો સમક્ષ વાત મૂકી હતી કે થરાદની અંદર કૃષિ કોલેજ તો છે પરંતુ સાથે સાથે કૃષિ ઇજનેરી કોલેજ જો આવે તો તે કૃષિની પદ્ધતિ માટે જે કામ કરી શકાય તે ટેકનોલોજી ફ્રીથી કામ કરી શકાય તેવું પોતે વિચાર્યું હતું અને તેઓ સરકારમાં પણ થરાદ માટે માગણી કરી હતી અને આજે ગુજરાત સરકારે ગુજરાત રાજ્યના બજેટમાં થરાદમાં 500 કરોડની ભેટ આપી હતી જે ભેટમાં થરાદમાં 500 કરોડના ખર્ચે કૃષિ ઇજનેર કોલેજ બનશે અને તેમાં વિદ્યાર્થીઓ નવી ટેકનોલોજીથી બનતી મશીનરીનો અભ્યાસ કરશે ખેડૂતો અભ્યાસ કરશે તેમજ ખેડૂતો પણ તેનો ઉપયોગ કરી અને પોતાની ખેતી આધુનિક ટેકનોલોજી બનાવશે થરાદના તાલુકા સહકારી સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ ,આગેવાન ડી ડી રાજપૂત સહિતના લોકોએ ધારાસભ્ય શંકર ચૌધરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

હવે ખેડૂતો, કોદાળી, પાવડો છોડી આધુનિક ખેતી કરશે

થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, પહેલાંના જમાનામાં હળ, દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, ગાડું, ધારિયું, કુહાડી, ત્રિકમ, પરાઈ જેવાં ટાંચા અને સીધાસાદાં સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું હતુ પરંતુ થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજ આવતા આધુનિક ઉપકરણો મળી રહેતા ખેડૂતો ટેકનોલોજી સાથે ખેતી કરશે.


  • Follow us on: