થરાદ તાલુકાના ડેડુવા ગામે સરકારની ગાઈડલાઈન મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં સર્વની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગામના તલાટી માધાભાઈ પટેલ દ્વારા દરેક ઘરોની અને ગરીબી રેખા મુજબ લોકોની મુલાકાત લઇ અને સાચા લાભાર્થીઓનુ સર્વે કરી અને સહાય આપવામાં મદદરૂપ થઈ રહ્યા છે.
ત્યારે ડેડુવા ગામના કેટલાક લોકો પોતાને પાકા મકાનો હોવા છતાં તલાટી પાસે સર્વે કરાવી અને ફ્રી સહાય મેળવવા માટે ઇચ્છે છે અને તલાટી દ્વારા ખોટું કરવાની ના પાડતા તલાટીને ધાક ધમકી આપે છે અને તલાટી વિરુદ્ધ અરજીઓ કરે છે. ત્યારે ડેડુવા ગામના તમામ ગ્રામજનો મળી અને થરાદ ખાતે તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ ત્રિવેદી ,પ્રાંત અધિકારી, મામલતદાર અને ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને લેખિત રજૂઆત કરી હતી અને સમગ્ર ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તલાટી દ્વારા સાચું સર્વે થઈ રહ્યું છે તેમણે કોઈ ખોટું સર્વ કર્યુ નથી પરંતુ ગામમાં કેટલાક લોકો ખોટો લાભ મેળવવા ઈચ્છે છે એટલે તલાટી ઉપર આક્ષેપો કરે છે. અને જે અમારા ગામમાં સર્વે થઈ રહ્યું છે તે સાચું સર્વે થઈ રહ્યું છે.










