• ભાવનગરમાં મહાદેવ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન
  • મંત્રી નિમુબેન બાંભણીયાએ જગન્નાથના કર્યા દર્શન
  • મેયર, જીતુ વાઘાણી, સેજલ પંડ્યાએ કર્યા દર્શન

ભાવનગરમાં ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા યોજાઇ છે. જેમાં ભાવનગરમાં મહાદેવ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ છે. મંત્રી નિમુબેન બાંભણીયાએ જગન્નાથના દર્શન કર્યા છે. તેમજ મેયર, જીતુ વાઘાણી, સેજલ પંડ્યાએ પણ રથયાત્રામાં ભગવાનના દર્શન કર્યા છે. શહેરમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે.


[[$googlead]]

[[$alsoread]]

ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા યોજાઇ

ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા યોજાઇ છે. શહેરના સુભાષનગર ખાતે આવેલ ભગવાનેશ્વર મહાદેવ મંદીર ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન થયુ છે. જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા છે. આ ઉપરાંત ધારાસભ્યો જીતુ વાઘાણી, સેજલ પંડ્યા, પૂર્વ સાંસદ રાજુ રાણા, મેયર સાથે અનેક સંતો ઉપસ્થિત રહ્યાં છે. તેમજ પહીંદવિધિ તેમજ છેડાપોરા વિધિ કરી રથયાત્રાનું કરવામાં પ્રસ્થાન કરાવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી નગરચર્યાએ નીકળ્યા છે.


આજે કચ્છી ભાઇ બહેનોનું પણ નવું વર્ષ છે

શહેરમાં ભગવાન સામે ચાલી નગરજનોને દર્શન આપવા નીકળે છે. નગરજનોના દુઃખ, દર્દનું નિવારણ થાય છે. રથયાત્રાથી સૌ કોઇને સુખ-શાંતિનો અહેસાસ થાય છે. રથયાત્રા આજે એક લોકોત્સવ બની ગઇ છે. ભક્તિ, આરાધના, સેવાનો પર્યાય રથયાત્રા છે. રથયાત્રા શાંતિથી સંપન્ન થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે કચ્છી ભાઇ બહેનોનું પણ નવું વર્ષ છે. કચ્છી ભાઇ બહેનોને નવા વર્ષથી ખૂબ ખૂબ શુભેચ્છા છે. રથયાત્રાની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા છે.


  • Follow us on: