બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપનાર વ્યક્તિ યુપીના બરેલીનો રહેવાસી છે. તે નોઈડામાં છુપાયો હોવાની માહિતી મુંબઈ પોલીસને મળી હતી. આ પછી મુંબઈ પોલીસની એક ટીમ નોઈડા આવી, જ્યાં તેની સેક્ટર 39માંથી ધરપકડ કરવામાં આવી.
બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા છોકરાનું નામ ગુફરાન ખાન છે, જેની ઉંમર 20 વર્ષ હોવાનું કહેવાય છે. શુક્રવારે જીશાન સિદ્દીકીની ઓફિસમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ પછી મુંબઈ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગુફરાન ખાનની ધરપકડ રવિવારે સવારે થઈ હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી છે. શુક્રવારે આરોપીએ બાંદ્રા પૂર્વમાં ઝીશાન સિદ્દીકીની જનસંપર્ક કાર્યાલય પર ફોન કરીને પૈસાની માંગણી કરી હતી. ઝીશાન અને સલમાન ખાનને મારી નાખવાની ધમકી પણ આપી હતી.













