- વિજાપુરમાં લવ જેહાદની ઘટનાનો ભેદ ઉકેલાયો
- પોલીસે આરોપી આઝમખાનની કરી ધરપકડ
- આરોપી ઉત્તરાખંડનો રહેવાસી હોવાની વિગત
રાજ્યમાં લવ જેહાદની ઘટના દિવસેને દિવસે અનેક બનાવો સામે આવતા હોય છે. અનેકવાર વિધર્મિઓ યુવતીને લગ્નની લાલચ આપીને ફસાવતા હોય છે. તેવામાં પોલીસ તંત્ર લવ જેહાદના બનાવ ન બને તેને લઇ સતર્ક થઇ ગઇ છે. જો વાત કરવામાં આવે મહેસાણામાં આવેલા વિજાપુરના લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17 વર્ષની કિશોરીને 23 વર્ષનો વિધર્મી યુવક ભગાડી ગયો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.
મહેસાણામાં આવેલા વિજાપુરના લાડોલમાં સોશિયલ મીડિયા પર કિશોરીનો સંપર્ક કરીને પ્રેમ જાળમાં ફસાવીને 17 વર્ષની કિશોરીને 23 વર્ષનો વિધર્મી યુવક ભગાડી ગયો હતો. મળતી માહિતી મુજબ વિધર્મી યુવક છેલ્લા 5 મહિનાથી કિશોરીને સોશિયલ મીડિયા થી પ્રેમ જાળમાં ફસાવા માટે અનેક પ્રકારની લાલચ આપતો હતો. વિધર્મી યુવકે કિશોરીને પોતાના પ્રેમજાળમાં ફસાવીને વિધર્મી યુવક ભગાડી ગયો હતો. સમગ્ર ઘટનાને લઇ લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી ફરિયાદના આધારે પોલીસ હરકતમાં આવી હતી.













