ભરૂચના વાલિયામાં ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો મૃતદેહ મળતા પોલીસ વિભાગમાં દોડધામ મચી છે,પોલીસે દરવાજો તોડી દંપતિના મૃતદેહ બહાર કાઢ્યા છે,તો દંપતિએ આપઘાત કર્યો કે તેમની હત્યા કરવામાં આવી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે,પોલીસે ડોગ સ્કોડ અને એફએસેલની મદદ લીધી છે.દંપતિની હત્યા કે આત્મહત્યા બાબતે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

[[$googlead]]

મકાનમાંથી શિક્ષક દંપત્તિનો મૃતદેહ મળી આવ્યો
ભરૂચના વાલિયાના ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપત્તિનો મૃતદેહ મળી આવ્યો છે,મકાન આખો દિવસ બંધ રહેતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી તો પોલીસે મકાનનો દરવાજો ખોલીને જોયું તું દંપતીએ જીવીત હાલતમાં ન હતા અને લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પડેલો હતો,પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી છે.પોલીસે આસપાસના લોકોના નિવેદનો પણ નોંધ્યા છે અને રોડ પરના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.

મૃતદેહ પર તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા
દંપતીની અવરજવર ન દેખાતા પાડોશીએ ઘણી વખત ડોરબેલ વગાડ્યો હતો. જોકે, અંદરથી કોઇ જવાબ ન મળતાં અંતે મોડી સાંજે દસેક વાગ્યાના અરસામાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મકાનનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે બંને પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતદેહ પર તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ જિલ્લાની પોલીસને પણ મેસેજ આપ્યો છે,ત્યારે સત્ય ત્યારે જ સામે આવશે જયારે આરોપીઓ પોલીસની પકડમાં આવશે,હાલ સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં શોકની લાગણી જોવા મળી છે.
 
  • Follow us on: