- દોઢ મહિના સુધી માંગલિક કાર્યો પર બ્રેક
- આજથી મીનારક કમુરતા પ્રારંભ થતાં માંગલિક કાર્યો પર બ્રેક લાગી જશે
- હિન્દુ શાસ્ત્ર્રોના પંચોગ પ્રમાણે વર્ષમાં બે કમુરતા આવે છે
હોળી ધુળેટીની ઉજવણી બાદ બનાસકાંઠા જિલ્લામાં ઠેરઠેર શરણાઈના સુરો અને ઢોલ ઢબૂકી રહયા હતા પરંતુ આજથી મીનારક કમુરતા પ્રારંભ થતાં માંગલિક કાર્યો પર બ્રેક લાગી જશે. હિન્દુ શાસ્ત્ર્રોના પંચોગ પ્રમાણે વર્ષમાં બે કમુરતા આવે છે જેમાં ધનારક કમુરતા અને મીનારક કમુરતા બંનેની ગણતરી કરવામાં આવે છે. આ સમયમાં માંગલિક કાર્યો કરવા વર્જિત માનવામાં આવે છે. 15મી માર્ચથી મીનારક કમુરતા બેસી જતાં દોઢ મહિના સુધી લગ્નની સિઝન પર બ્રેક લાગી જશે હવે વૈશાખ માસમાં ફ્રી એકવાર લગ્નના મુહૂર્ત હોવાથી લગ્નની સિઝન જામશે પરંતુ ત્યાં સુધી લગ્ન સહિત ના કાર્યો પર બ્રેક લાગી જશે.
આજથી સૂર્યદેવ મીન રાશિમાં પ્રવેશશે










