- મહેસાણાના પાંચ યુવકોના હરિયાણામાં મોત
- હરિયાણાના ઝજ્જર જિલ્લામાં થયો અકસ્માત
- યુવાનો ગાયોની ખરીદી માટે હરિયાણા ગયા હતા
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના 5 યુવકોના મોત થયા છે. જેમાં મહેસાણાના પાંચ યુવકોના હરિયાણામાં મોત થયા છે. હરિયાણાના ઝજ્જરમાં અકસ્માત થયો છે. તેમાં ટ્રક સાથે કાર અથડાતા અકસ્માત થયો હતો. યુવાનો ગાયોની ખરીદી માટે હરિયાણા ગયા હતા.
KMP એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો
હરિયાણાના ઝજ્જર જિલ્લામાં KMP એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત નાજુક હતી, જેને પીજીઆઈ રોહતક મોકલવામાં આવ્યો હતો ત્યારે તેનું મોત થયુ છે. ક્રેટા ટ્રોલી સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ટ્રોલી ચાલક ટ્રોલી સ્થળ પર મુકીને નાસી ગયો હતો. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.
ગુજરાત નંબરની ક્રેટા વાહનમાં બહાદુરગઢ તરફ આવી રહ્યા હતા
આ ઘટના સવારે સાડા સાત વાગ્યે KMP એક્સપ્રેસ વે પર બની હતી. અહીં 5 લોકો ગુજરાત નંબરની ક્રેટા વાહનમાં બહાદુરગઢ તરફ આવી રહ્યા હતા. અચાનક વાહને તેનું સંતુલન ગુમાવ્યું અને તે પાછળથી આવતી ટ્રોલી સાથે અથડાઇ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે જ સમયે, બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલ લઈ જતી વખતે એક વ્યક્તિનું મોત થયું હતું. તથા હોસ્પિટલમાં બીજા વ્યક્તિનું મોત થયુ છે. બાદમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બહાદુરગઢ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.