• દુર્ઘટનામાં 15 લોકો થયા હતા ઘાયલ
  • 30 વર્ષ જૂના વોકળા પર વજન વધતા દુર્ઘટના સર્જાઇ
  • સ્લેબ તૂટતા 30થી વધુ લોકો ખાબક્યા હતા

રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં સ્લેબ ધરાશાયી થવાના મુદ્દે વિગતો સામે આવી છે. જેમાં સ્લેબ ધરાશાયી થવા મુદ્દે મનપા તપાસ કરશે. ત્યારે દુર્ઘટનામાં 15 લોકો ઘાયલ થયા હતા. 30 વર્ષ જૂના વોકળા પર વજન વધતા દુર્ઘટના બની હતી. સ્લેબ તૂટતા 30થી વધુ લોકો ખાબક્યા હતા. જેમાં વૃદ્ધ મહિલા સહિત 2 લોકોની સ્થિતિ ગંભીર છે.

13 લોકોને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવેલા

[[$googlead]]

સર્વેશ્વર ચોક દુર્ઘટના મામલે 30 વર્ષ જૂના વોકળા ઉપર વજન વધી જતા દુર્ઘટના સર્જાઈ હોવાનું મનપાનું તારણ છે. વોકળાનો સ્લેબ તૂટી પડવાથી 30 થી વધુ લોકો તેમાં ખાબક્યા હતા. તેમાં એક વૃદ્ધ મહિલા સહિત 2 વ્યક્તિઓ અતી ગંભીર હાલતમાં છે. તેમજ 13 લોકોને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવેલા છે. અન્ય લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

[[$alsoread]]

ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ રદ્દ થયો

ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ રદ્દ થયો છે. તથા તેઓ વર્ચ્યુઅલ હાજરી આપશે.દુર્ઘટના અંગે મનપા દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. સામે આવેલી વિગતો અનુસાર ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જે બાદ વોકળાનો સ્લેબ ધરસાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યા હતા. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતુ. 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી હતી. 30થી વધુ લોકો સ્લેબ ધરાશાયી થતા નીચે પડ્યા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. 

  • Follow us on: