• આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાશે
  • દેશમાં પ્રથમ વખત એક પાયા પર દોઢ કિમીનો બ્રિજ તૈયાર
  • નેશનલ હાઇવે ઓથોરટીના અધિકારીઓ સાથે સતત સંકલન

સૌરાષ્ટ્રના લોકો માટે આજે એક વધુ સારા સમાચાર સામે આવ્યા છે. અહીંના લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત આપવા માટે ગોંડલ રોડ બ્રિજ 4 વર્ષ બાદ તૈયાર થયો છે. આજે મુખ્યમંત્રી આ બ્રિજનું ઉદ્ધાટન કરશે. આ બ્રિજ તૈયાર થવાથી રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના તમામ વાહન ચાલકોને રાહત મળશે.

શું છે આ બ્રિજની ખાસિયત

[[$googlead]]

દેશમાં પહેલી વખત એક જ પાયા પર દોઢ કિલોમીટરનો બ્રિજ તૈયાર કરાયો છે. આ સિક્સલેન બ્રિજ આશરે 89.29 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. આ બ્રિજને ઉભો કરવા માટે 45 મીટરના 12 ગડર મૂકવામાં આવ્યા છે. તેમજ 30 મીટરના 20 ગડર દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજનું નિર્માણ કાર્ય નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરાવવામાં આવ્યું છે. રાજકોટ સીટી માટે ટ્રાયએન્ગલ બનાવાયો છે. આવનારા દિવસોમાં રાજકોટ જેતપુર માટે સિક્સ લઈને કામગીરી પૂરજોશમાં કરવામાં આવશે.

[[$alsoread]]

શું થશે ફાયદો

આ બ્રિજ તૈયાર થઈ જતા ટ્રાફિકની સમસ્યામાંથી મહદ અંશે મુક્તિ મળશે. રાજકોટ શહેરના ગોંડલ ચોકડી વિસ્તાર જૂનાગઢ તરફથી રાજકોટનો મુખ્ય પ્રવેશદ્વાર પણ માનવામાં આવે છે. તેમજ રાજકોટના લોકોને જૂનાગઢ તેમજ અમદાવાદ જવા માટે આ હાઈવે શહેરને જોડતો હોય છે. આ બ્રિજના નિર્માણ કાર્ય પહેલા ગોંડલ ચોકડી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા એ સૌથી મોટી સમસ્યા રહેતી હતી. રાજકોટથી શાપર તેમજ ગોંડલ તરફ દરરોજ ત્રણ લાખથી પણ વધુ વાહનચાલકો કામ ધંધા માટે અપડાઉન કરતા હોય છે તો અમદાવાદથી રાજકોટ બાયપાસ થઈને જૂનાગઢ, સોમનાથ જતાં વાહનચાલકોને પણ ગોંડલ ચોકડી પાસે ટ્રાફિકની નડતી સમસ્યા સામે મુક્તિ મળશે.

  • Follow us on: