ધરમપુર નાસિક અને નાનાપોઢાથી નાસિક નેશનલ હાઇવે પર વહીવટી તંત્રની લાપરવાહી ચોમાસામાં પડેલા ખાડા વાહનો ચાલકો માટે ભયંકર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ભયકંર મસ મોટા ખાડા અને ધૂળની ડમરીઓ અકસ્માતને નોતરી શકે છે. ત્યારે સ્થાનિકો સારા રસ્તાની માંગ કરી રહ્યા છે.


[[$googlead]]

બોર્ડર પરનો રોડ

દક્ષિણ ગુજરાતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે વલસાડ જિલ્લાના મુખ્ય વાહન વ્યવહાર માટે ઉપયોગી માર્ગ ધરમપુર બાયપાસથી નાસિક અને નાનાપોંઢાથી નાસિક નેશનલ હાઇવે પર વહીવટી તંત્રની લાપરવાહી અને કોન્ટ્રાક્ટરની બેદરકારી નાનાપોઢા જોગવેલ માંડવા કુંભઘાટ ફળી સુથારપાડામાં ચોમાસામાં પડેલા ખાડા વાહનો ચાલકો માટે ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર છે.

[[$alsoread]]


સ્થાનિકો કંટાળ્યા

દેશના અને રાષ્ટ્ના વિકાસ માટે વાહન વ્યવહાર ખૂબજ જરૂરી છે.સાથે ઉદ્યોગ અને ધાર્મિક સ્થળો હોવાથી પ્રતિરોજ ભારે અને નાનામોટા વાહનોની અવરજવર થાય છે.નેશનલ હાઇવે દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ અનેક પ્રકારની ક્ષતિઓ કેમ ? દરોજના અકસ્માત થતા હોય છે. અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. વાહનો અને માલનું નુકસાન થી લોકી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

1470 કરોડ રોડ માટે ફાળવ્યા

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.

ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે

ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.

  • Follow us on: