- ડુમસની 2.17 લાખ ચો.મી.સરકારી જમીન મામલે હવે કોંગ્રેસ એક્શનમાં
- કોંગ્રેસના તુષાર ચૌધરી અને દર્શન નાયકે લખ્યા પત્ર
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તપાસની માંગણી કરી છે
સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ કોંગ્રેસ ઊંઘમાંથી જાગી છે. ડુમસની 2.17 લાખ ચો.મી. સરકારી જમીન મામલે હવે કોંગ્રેસ એક્શનમાં આવી છે. કોંગ્રેસના તુષાર ચૌધરી અને દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તપાસની માંગણી કરી છે. જેમાં સરકારી પડતર જમીનમાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ છે.
ગણોતિયાના નામ દાખલ કરવાના કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ
ગણોતિયાના નામ દાખલ કરવાના કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ છે. તેમાં ડુમસ રોડ પર કરોડોની સરકારી જમીન આવી છે. જેમાં કોંગ્રેસે જણાવ્યું છે કે પૂર્વ કલેક્ટર દ્વારા ભ્રષ્ટાચારની આશંકા છે. તત્કાલીન કલેકટરના નિર્ણયમાં વિરોધાભાસ છે. તત્કાલીન કલેકટર આયુષ ઓકે ભ્રષ્ટાચાર કર્યો છે. સરકારી જમીન મુદ્દે SITની રચના કરવા કોંગ્રેસની માગ છે. જેમાં સરકારી પડતર જમીનમાં ગણોતિયાના નામ દાખલ કરવાનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ છે. તેથી સરકારી જમીન મામલે તપાસની માગણી કરવામાં આવી છે.
રાજકીય દબાણ હેઠળ જમીન ગણોતિયાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું
ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણતીયાનું નામ દાખલ કરાવીને બે હજાર કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે. પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણોતિયાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ? તેને લઈને મોટો પ્રશ્ન સર્જાઇ રહ્યો છે. રાજ્ય સરકાર સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો છે. જેથી ત્યાંથી પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તેની પણ તપાસ કરવામાં આવે
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, જે જમીનમાં વર્ષોથી ગણોતિયા ન હતા તે જમીનમાં એકાએક આ ગણોતિયા ઉભા કરવામાં આવ્યા છે. એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે, સુરતના પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો આ સરકારી જમીન બદલી થવાના એક દિવસ પહેલા જ તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે. અંદાજે 2.17 લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દઈને 2000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.આ સમગ્ર મામલે SITની રચના થવી જોઈએ.સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તેની પણ તપાસ કરવામાં આવે.









