• બન્ને આરોપીને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરાયા
  • જેલમાં ઘરનું જમવાનું નહીં મળતું હોવાની તથ્યની રજૂઆત
  • વકીલને મળવા નહીં દેવાતા હોવાની કોર્ટમાં રજૂઆત
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં તેના જામીન માટેની અરજીને લઈને કોર્ટે ઝટકો આપ્યો છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. જેથી હવે તથ્ય પટેલને જેલમાં જ રહેવું પડશે.

બીજી તરફ આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામેની ટ્રાયલ શરૂ થઈ છે. આરોપીઓ સામે સેશન્સ કેસ નોંધાયો. સેશન્સ કેસ નંબર 115/ 2023થી કેસ નોંધાયો. તથ્ય પટેલને વિડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જેલમાં ઘરનું જમવાનું નહીં મળતું હોવાનું તથ્ય પટેલે ફરી એકવાર ફરિયાદ કરી છે. વકીલને મળવા નહીં દેવાતા હોવાની પણ ફરિયાદ કરી છે.

આ તરફ સરકારી વકીલ તરફથી કોર્ટમાં કહ્યું કે, જે વકીલનું વકીલ પત્ર રજૂ થયું છે તે વકીલને મળવા દેવામાં આવે છે. તથ્યકાંડ કેસમાં તથ્ય પટેલના આરોપી પિતા પ્રજ્ઞેશ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી છે. પ્રજ્ઞેશ પટેલે કેન્સરની બીમારી સહિતના કારણો આગળ ધરી જામીન આપવા હાઇકોર્ટને વિનંતી કરી છે.

બંન્ને આરોપીને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમજ જેલમાં ઘરનું જમવાનું નહીં મળતું હોવાની તથ્યની રજૂઆત કરવામાં આવી છે. વકીલને મળવા નહીં દેવાતા હોવાની કોર્ટમાં રજૂઆત પર આગામી દિવસમાં તેના પર સુનાવણી હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.

  • Follow us on:

[[$googlead]]