નવસારીના વાંસદા તાલુકાના વાઘાબારી ગામના ભગત વાંદરવેલા ગામે વિધિ કરવા જતા તેની હત્યા તેનાજ ગામના એક ઇસમે કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.


[[$googlead]]

વાંસદા તાલુકાના વાઘબારી ગામે કરાઈ હત્યા

વાંસદા તાલુકાના વાઘબારી ગામના ઝીણાભાઈ મંગળભાઈ પટેલનો મૃતદેહ તેમની બાજુમાં આવેલ વાંદરવેલા ગામે પાવડી ફળિયામાં આવેલ નદીની બાજુના કોતરમાંથી મળી આવી હતી. જેમાં અજાણ્યા ઇસમે અગમ્ય કારણસર તિક્ષણ હથિયાર વડે માથાના ભાગે ઘા કરી હુમલો કરી મોઢા ઉપર કોઈક જ્વલનશીલ પ્રવાહી નાખી સળગાવવાનો પ્રયત્ન કરેલો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જે ઘટનાની ગંભીરતા જોતા ચીખલી વિભાગના ડીવાયએસપી સહિતના નવસારી એલસીબી અને વાંસદા પોલીસની ટીમે બનાવની આજુબાજુના સીસીટીવી તેમજ ટેકનિકલ તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી મરણ જનાર ઝીણાભાઈ મંગળભાઈ પટેલની હત્યા તેના જ ગામ વાઘાબારી ખાતે રહેતા ધીરુભાઇ મીઠ્ઠલભાઇ પટેલ એ કરેલ હોવાનું જણાતા તેની ધરપકડ કરી હતી.

[[$alsoread]]

મિત્રએ કરી મિત્રની હત્યા

વાઘાબારી ગામે રહેતા ધીરૂભાઈ પટેલને પેટમાં દુખતું હોય જે સારૂ થતું ન હતું જેથી ભગત ઝીણાભાઈ પટેલે રાત્રે વિધિ કરવા જણાવી બંને સાથે વિધિ કરવા ગયા હતા જ્યાં બંને વચ્ચે કોઈક વાતને લઈ બોલાચાલી થતા ધીરૂભાઈ પટેલે વિધિ કરવા આવેલા ઝીણાભાઈ પટેલની હત્યા કરી હોવાનું જણાયું હતું.

  • Follow us on: