- જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 5 લોકોની કમિટીની રચના કરશે
- શાળા દ્વારા બપોર 12 વાગ્યે જવાબ રજૂ કરવા માટે જણાવ્યું
- DPS અને કેલોરેક્સ બંને એક જ માલિકની સ્કુલ
કેલોરેક્સ સ્કુલમાં બાળકોને નમાઝ પઢાવવાનો વીડિયો વાયરલ થયા બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં શિક્ષણ મંત્રીના આદેશ બાદ પ્રત્યક્ષ તપાસ માટે DEOના અધિકારી પહોંચ્યા છે. તેમજ ગઇકાલે શાળાને ખુલાસો કરવા નોટિસ અપાઈ હતી. જે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 5 લોકોની કમિટીની રચના કરવા માટે અને નમાઝનો વિડિયો વાયરલ થતા શાળાને નોટિસ આપવામાં આવી છે.
રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 5 લોકોની કમિટીની રચના કરવા માટે જણાવ્યું છે. તેમજ નમાઝનો વિડિયો વાયરલ થતા શાળાને નોટિસ આપવામાં આવી છે. સાથે જ શાળા દ્વારા બપોર 12 વાગ્યે જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે. એટલું જ નહીં ખુલાસામાં જો કસૂરવાર જણાશે તો કાયદાકીય પગલા લેવાશે.
શાળામાં શિક્ષકને ABVP દ્વારા માર મારવામાં આવ્યો
નમાઝનો વીડિયો વાયરલ થયા બાદ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ વિવિઘ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. આ અગાઉ સ્કુલમાં નમાઝ અદા કરવા મામલે એબીવીપીના કાર્યકરો અને હિન્દુ સંગઠનો સ્કુલે પહોંચ્યાં હતા. બાદમાં સ્કુલે સ્કુલના લેટરપેડ પર લેખિતમાં માફી માગી લીધી હતી, જેમાં જણાવ્યું હતું કે નમાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાલીઓની રજૂઆત બાદ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. કેલોરેક્સ સ્કૂલ ભવિષ્યાં આવી ભૂલ કરશે નહીં. જોકે મામલો બગડ્યો હતો અને સ્કુલના મ્યુઝિક શિક્ષકને ABVP અને અન્ય સંગઠનો દ્વારા દોડાવી દોડાવીને માર માર્યો હતો, જે દૃશ્યો વીડિયોમાં કેદ થયાં છે.
આજે શાળા બંધ રાખવામાં આવી
આ બાજુ વિવાદ વધતાં આજે કેલોરેક્સ સ્કૂલ બંધ રાખવાન નિર્ણય કરાયો છે. કેલોરેક્સ સ્કૂલ સંચાલકોએ વાલીઓને મેસેજથી જાણ પણ કરી દીધી છે. અગમ્યકારણોસર બંને પાળીમાં શાળા બંધ રાખવાનો સંચાલકોનો નિર્ણય કર્યો છે. તેમજ શાળા સામે હાલમાં તપાસ બાદ કાર્યવાહી થઈ શકે છે.
કેલોરેક્સ ગ્રુપ અગાઉ પણ વિવાદમાં આવ્યો છે
બીજી તરફ અમદાવાદની કેલોરેક્સ સ્કુલમાં MD મંજુલા પૂજા શ્રોફ છે, જેઓ કેલોરેક્સ ગ્રુપના MD છે. જેઓ DPS અને કેલોરેક્સ બંને એક જ માલિકની સ્કુલ છે. નોંધનીય વાત એ છેકે ભૂતકાળમાં DPS સ્કુલ નિત્યાનંદ કેસમાં વિવાદમાં આવી હતી. ખાસ વાત એ છેકે નિત્યાનંદ કેસમાં ચર્ચિત DPS ગ્રુપની કેલોરેક્સ સ્કુલ વિવાદમાં આવી જતાં શાળા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.









